Western Times News

Gujarati News

અમેરિકામાં ૪૭મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી શરૂ થઈ જશેઘણા રાજ્યોમાં આ સમય વધુ હોઈ શકે છે કારણ કે અમેરિકાના રાજ્યો ઘણા જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચાયેલા છે
વાશિગ્ટન,
અમેરિકામાં ૪૭મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. અમેરિકામાં ભારતીય સમય અનુસાર સાંજે (૫ નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. અત્યાર સુધી કરાયેલા તમામ સર્વેમાં બંને ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો થવાની સંભાવના છે. નિષ્ણાતોના મતે અમેરિકાના ઈતિહાસમાં આટલી નજીકની હરીફાઈ અગાઉ ક્યારેય થઈ નથી.મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ કમલા હેરિસની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે.

બીજી તરફ, જેડી વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો કરી રહ્યા છે.અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન વિવિધ રાજ્યોના સ્થાનિક સમય મુજબ સવારે ૭ વાગ્યાથી સવારે ૯ વાગ્યાની વચ્ચે શરૂ થશે. આ સમય ભારતીય સમય અનુસાર સાંજે ૪ઃ૩૦ થી ૯ઃ૩૦ નો રહેશે. મોટાભાગના મતદાન કેન્દ્રો સાંજે ૬ વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ રહી શકે છે. એટલે કે અમેરિકામાં મતદાન પૂરું થાય ત્યાં સુધીમાં બીજા દિવસે ભારતમાં શરૂ થઈ જશે.અમેરિકામાં બુધવારે ભારતીય સમય અનુસાર સવારે ૪.૩૦ વાગ્યા સુધીમાં મતદાન સમાપ્ત થઈ શકે છે.

ઘણા રાજ્યોમાં આ સમય વધુ હોઈ શકે છે કારણ કે અમેરિકાના રાજ્યો ઘણા જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચાયેલા છે.અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી શરૂ થઈ જશે. મતગણતરી પૂરી થયા પછી, પોપ્યુલર વોટનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે જે ઉમેદવાર સૌથી વધુ પોપ્યુલર વોટ મેળવે તે વાસ્તવમાં રાષ્ટ્રપતિ પદનો વિજેતા હોય. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ખરેખર પોપ્યુલર વોટથી નહીં પરંતુ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટાય છે.

આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદાજિત વિજેતા જાહેર કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે.તેથી, કેટલીકવાર સચોટ પરિણામો મેળવવામાં એક કે બે દિવસ લાગે છે. અમેરિકામાં યોજાયેલી મોટાભાગની રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓમાં મતદાનના દિવસે અથવા બીજા દિવસે સવારે વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ વખતે સખત સ્પર્ધાને કારણે રાહ પણ જોવી પડી શકે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.