Western Times News

Gujarati News

નર્મદા કેનાલમાં ડૂબી રહેલા બાળકોને બચાવવા જતાં બે લોકોના મોત

રાપર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી કપાસના ખેતરોમાં કપાસ વીણવા આવેલા આદિવાસી મજૂરોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે
સુરત,કચ્છમાં રાપરના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા અને બે લાપતા છે. હજુ તો તહેવારોના દિવસ પુરા નથી થયા ત્યાં એક પછી એક ડૂબી જવાથી મોતની અરેરાટી ફેલાવી દીધી છે. ગઈકાલે માંડવીનો દરિયો પિતા પુત્રને ગરક કરી ગયો. ત્યારે આજે નર્મદા કેનાલમાં ડૂબી રહેલા બે બાળકોને બચાવવા જનારા બે વ્યક્તિ મોતને ભેટ્યા હતા. રાપર તાલુકાના થાનપર ગેડી નર્મદા કેનાલ પાસે આ દુર્ઘટના ઘટી હતી. નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબી રહ્યા હતા તેમને બચાવવા જનારા બંને જણા ડૂબી ગયા છે.

જ્યારે બંને બાળકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. રાપરના થાનપર ગેડી વિસ્તારમાં કપાસના ખેતરોમાં કપાસ વીણવા આવેલા આદિવાસી મજૂરોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા પિતા ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના બે બાળકો રમતા રમતા કેનાલ પાસે પહોંચી ગયા હતા અને પછી કેનાલમાં ડૂબવા લાગતા ત્યાં રહેલા માણસો તેમને બચાવવા પડ્યા હતા. દુર્ભાગ્યવશ તેઓ બાળકો અને બચાવવામાં સફળ નહોતા રહ્યા પરંતુ આ પ્રયાસમાં તેમને પોતાનો જીવ પણ ખોયો હતો.

સ્થાનિક લોકોએ જેમતેમ કરીને બચાવવા પડેલા બંને યુવકોની લાશ બહાર કાઢી હતી. જોકે બાળકો માટે શોધખોળ હજુ ચાલુ છે. આ દરમિયાન લોકોએ ૧૦૮ને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. રાપર પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.હાલમાં બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે લાપતા બે બાળકોને પોલીસ અને સ્થાનિક લોકોએ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી છે.જણાવી દઈએ કે થોડા દિવસો પૂર્વે પણ આવી જ રીતે ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારના બે બાળકોના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.