Western Times News

Gujarati News

કેનેડામાં જે મંદિરમાં ખાલિસ્તાનીઓએ હિન્દુઓ પર હુમલો કર્યાે ત્યાં જ મોટી સંખ્યામાં હિન્દુઓએ શક્તિ પ્રદર્શન કર્યું

ખાલિસ્તાની હુમલા બાદ કેનેડામાં હિન્દુઓના દેખાવો-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રકારની હિંસાની નિંદા કરી અને સમગ્ર ઘટનાને ‘જાણી જોઈને કરવામાં આવેલો હુમલો’ ગણાવ્યો હતો

(એજન્સી)નવી દિલ્હી, કેનેડાના બ્રેમ્પટનમાં મંદિરમાં ભક્તો પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. એવામાં મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા તથા ભગવા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી આવ્યા હતા.

જે મંદિરમાં ખાલિસ્તાનીઓએ હિન્દુઓ પર હુમલો કર્યાે ત્યાં જ મોટી સંખ્યામાં હિન્દુઓએ શક્તિ પ્રદર્શન કર્યું. ભારે ભીડના કારણે તંત્રએ સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ખાલિસ્તાની હુમલાના કારણે લોકો લાલચોળ થયા હતા. મંદિરની બહાર એકત્રિત થયેલા લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા. આ પહેલા સોમવારે પણ હજારો હિન્દુઓએ ‘બટેંગે તો કટેંગે’ના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે એક દિવસ અગાઉ હિન્દુ સભા મંદિરમાં કટ્ટર ખાલિસ્તાનીઓએ હિંદુ ભક્તો પર હુમલો કર્યાે હતો. મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં રોષ વધ્યો હતો.

ભારતે પણ આ ઘટનાનો કડક વિરોધ નોંધાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રકારની હિંસાની નિંદા કરી અને સમગ્ર ઘટનાને ‘જાણી જોઈને કરવામાં આવેલો હુમલો’ ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું છે કે, ‘હું કેનેડામાં હિંદુ મંદિર જાણીજોઈને કરવામાં આવેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા અને ધમકાવવાનો કાયરતાપૂર્વક પ્રયાસ પણ તેટલો જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતને ક્યારે નબળો નહી પાડી શકે.

અમે કેનેડા સરકાર સમક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા તેમજ કાયદો જાળવી રાખવાની આશા રાખીએ છીએ.’કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું છે કે, ‘ગઈકાલે બ્રેમ્પટનના ઓંટારિયોમાં હિંદુ સભા મંદિર પર ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓએ હુમલો કર્યાે હતો, જેની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ.

અમે કેનેડા સરકારને આવા હુમલાઓથી પૂજા સ્થળોને બચાવવા સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરીએ છીએ. અમે સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે, હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવે. અમે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ખૂબ ચિંતિત છીએ.’

કેનેડાનાબ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સીબીસી (કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પાેરેશન) એ પીલ પ્રાદેશિક પોલીસ અધિકારીઓને ટાંકીને તેના અહેવાલમાં આ દાવો કર્યાે છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.