Western Times News

Gujarati News

કાર લોક થઈ જતાં ચારેય બાળકો કારમાં ફસાયાઃ ગૂંગળાઈ જવાથી મોત

અમરેલીના રાંઢિયા ગામનો ચોંકાવનારો બનાવઃ મધ્ય પ્રદેશના ધાર વિસ્તારના પરપ્રાંતિય પરિવારના ચાર બાળકો રમતા હતા જ્યારે માતા પિતા અન્ય વિસ્તારમાં કામે ગયા હતા. 

(એજન્સી)અમદાવાદ, અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાના કારણે ચાર બાળકોના કરૂણ મોત થતાં સન્નાટો વ્યાપી ગયો છે. ખેતરમાં પાર્ક કરેલી કારમાં ચાર બાળકો રમત રમતા બેસી ગયા હતા.

એકાએક કાર લોક થઈ જતાં તેમના ગૂંગળાઈ જવાના કારણે મોત થયા હતા. બાળકોના માતા-પિતા જ્યારે મજૂરી કરીને પરત આવ્યા તયારે તેમના બાળકોને શોધવાની કોશિશ કરી હતી પરંતુ તે મળી નહીં આવત કારમાં જોયું હતું જ્યાં તમામ મૃત હાલતમાં હતા. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છાવયો છે.

અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાથી ચાર બાળકના મોત થયા છે. ખેતર માલિકની વાડીમાં જ પાર્ક થયેલી કારમાં રમતા રમતા બાળકો ચાવીથી કારનો દરવાજો ખોલી કારમાં બેસી ગયા હતા ત્યારબાદ કાર લોક થઈ ગઈ હતી. જેથી ગૂંગળાઈ જવાને કારણે તમામ બાળકોના મોત થયા છે. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. એ બાદ આ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં ગત મુજબ અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં ગત તારીખ રના રોજ મધ્ય પ્રદેશના ધાર વિસ્તારના પરપ્રાંતિય પરિવારના ચાર બાળકો રમતા હતા જ્યારે માતા પિતા અન્ય વિસ્તારમાં કામે ગયા હતા. બાળકો રમતા રમતા ચાવી લઈને કારમાં બેસી ગયા હતા અને કાર લોક થઈ હતી. ત્યારબાદ બાળકોથી કારના દરવાજા ખૂલ્યા ન હતા. જેના કારણે ગૂંગળાઈ જવાથી તમામ બાળકો મોતને ભેટયા હતા જેમાં એક જ પરિવારના બે બાળકો અને બે બાળકીનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં પરિવારે ચાર માસૂમ બાળકો ગુમાવ્યા છે જેથી પરિવાર પર આભ ફાટયું છે. આ ઘટના બાદ મૃતકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ભરતભાઈ માંડાણીના ખેતરમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના સોબિયાભાઈ મછારને સાત બાળક છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબિયાભાઈ અને તેમના પત્ની ખેત મજૂરી કરતા હતા જ્યારે તેમના બાળકો ઘરે હતા. એ દરમિયાન વાડી માલિકની આઈ-ર૦ કારને ચાવીથી ખોલીને તેમના ચાર બાળકો રમવા ગયા હતા.

આ દરમિયાન કાર લોક થઈ ગઈ હતી. સાંજે તેમના માતા-પિતા ખેત મજૂરી કરીને ઘરે આવ્યા ત્યારે તેમની સાત અને ચાર વર્ષની બે દીકરી જેમના નામ સુનીતા અને સાવિત્રી, જ્યારે બે વર્ષના પાંચ વર્ષના પુત્ર કાર્તિક અને વિષ્ણુ નામના બે પુત્ર, આમ ચારેય બાળકોના કારમાં ગૂંગળામણને કારણે મોત થયા હોવાની જાણ થઈ હતી.

અત્યારે તાલુકા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ કાર ભરતભાઈની છે અને તે ખેતરના માલિક છે. સોબિયાભાઈ મછાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને સાત બાળકો અને પત્ની સાથે ભાગિયા તરીકે ખેતમજૂરી અર્થે આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.