Western Times News

Gujarati News

પ્રયાગરાજ મહાકુંભની 100 દેશોના 45 કરોડ શ્રદ્ધાળુઓ મુલાકાત લેશેઃ શેખાવત

File Photo

જોધપુર, પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ર૬ ફેબ્રુઆરી, ર૦રપ દરમિયાન યોજાનાર મહાકુંભ મેળાની ભારત સહિત ૧૦૦ દેશોના ૪પ કરોડ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લેશે. મહાકુંભ માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહાકુંભના અવસરે રાજસ્થાનની વસ્તી કરતાં ઘણા વધુ લોકો દોઢ મહિનાના સમયગાળામાં પ્રયાગરાજ પહોંચશે, જેમાં ૧પથી ર૦ લાખ વિદેશી પ્રવાસીઓ પણ હશે. એમ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે,

ગુરૂવારે પોતાના નિવાસસ્થાને મીડિયા સાથેની વાતચીતમાં શેખાવતે જણાવ્યું હતું કે, આગામી વર્ષની શરૂઆતમાં મહાકુંભ મેળો યોજાશે. એક દિવસ પહેલાં જ ઉત્તરપ્રદેશ સરકાર અને ભારત સરકાર વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મહાકુંભ મેળાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક વિશેષ બેઠક યોજાઈ હતી.

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ભારતને એકતાના દોરમાં બાંધે છે. આપણે તમામ જાણીએ છીએ કે આપણો ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે. બોલીઓ, ખોરાક, આસ્થા, પૂજા પદ્ધતિઓ અને ભૌગોલિક વિવિધતા હોવા છતાં દેશ વિવિધતામાં એકતાના દોર બંધાયેલો છે જેમાંનો એક મુખ્ય દોરો દિવાળીનો તહેવાર છે.

ભારતીયો દેશમાં હોય કે વિદેશમાં પણ દિપોત્સવનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના નિવાસસ્થાનમાં બિરાજમાન થયા પછી દેશ પ્રથમ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.