Western Times News

Gujarati News

નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા રૂ.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવતી રાજ્ય સરકાર

આપણે સૌ વિકસિત ભારત ૨૦૪૭ને અમૃતકાળ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહભાગી બનીએ

ધરતીપુત્ર સ્વ. ભગવાનબાપાની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારા માટે ગૌરવની ક્ષણ

સાવરકુંડલાની જનતાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રૂ.૧૨૨ કરોડના વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિતોને નૂતન વર્ષાભિનંદન પાઠવતા જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અવિરત પ્રયાસના પરિણામે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ થયું જેના આપણે સૌ સાક્ષી બન્યા છીએ.

  આ નૂતન વર્ષ વિકાસના નવતર સંકલ્પો સાકાર કરવાનું વર્ષ બની રહેશે તેમ ઉમેરતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કેદીપાવલીના પર્વ નિમિત્તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વાકબારસના પાવન તહેવારે રૂ. ૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છેતો આજે સાવરકુંડલા વિસ્તારને રૂ.૧૨૨ કરોડના વિકાસ પ્રકલ્પોથી લાભાન્વિત કરવાનો મને અવસર મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું  કેવર્તમાન સરકારમાં કરોડોના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે સબળ નેતૃત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય. પહેલાના સમયમાં નગરપાલિકાનું આખા વર્ષનું બજેટ રૂ. ૫-૧૦ લાખનું હતું. આજે નગરપાલિકા દ્વારા રૂ. ૧૦૦ કરોડના કામોના વિકાસકાર્યોના લોકાર્પણ થઈ રહ્યા છે.

  સબળ નેતૃત્વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્ધ વિકાસ કામોને સરકારમાં ત્વરિત મંજૂરી મળી રહી છેજેના પરિણામે વિકાસ વેગવંતો બન્યો છે. અમરેલી જિલ્લાના વિવિધ વિકાસ કામો ગુણવત્તાસભર રીતે પરિપૂર્ણ થાય તથા જિલ્લાના નાગરિકોને સુવિધામાં વધારો થાય તેવી મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી  ઉમેર્યું હતું કેઅમરેલી જિલ્લા તથા સાવરકુંડલા શહેરની રોડ કનેક્ટિવિટી વધે તે માટે વિવિધ રસ્તાઓના કામો થકી નગરજનોને સુવિધાસભર પરિવહનની ભેટ મળી છે. આપણાં લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આજે વિકાસના ભેખધારી તથા ખેડૂતોના હિતેચ્છુ સ્વ. ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી તે બદલ હું મને ભાગ્યશાળી સમજુ છું. આ પ્રતિમા આપણી નવી પેઢીને પ્રેરણા આપશે.

વડાપ્રધાનશ્રીના વિકાસના મંત્રને સ્વ. ભગવાન બાપાના વ્યક્તિત્વ સાથે સરખાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેસ્વ. ભગવાન બાપા પણ “સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” એવી વિચારસરણી ધરાવતાં હતા જેથી તેઓએ સમૂહ ખેતીનો ઉન્નત વિચાર અમલમાં મૂક્યો હતો. રાજ્યમાં રોડ રસ્તાપીવાનું અને સિંચાઈનું પૂરતું પાણીનિયમિત વીજળીપાકની વાવણીથી પાકની લલણી સુધી તથા પાકના વેચાણ સુધી ખેડૂત લક્ષી યોજનાઓ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે અમલમાં મૂકી છે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે.  

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કેઆપણા વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ને અમૃતકાળ બનાવવાનું આહવાન કર્યું છે ત્યારે આપણે સૌ નૂતન વર્ષમાં કટિબદ્ધ થઈએ અને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ.

સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કેનૂતન વર્ષે અમરેલી જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસના કામોના પ્રોજેક્ટ સરકારે ભેટ આપ્યા છે. સાવરકુંડલાના વિકાસ માટે રૂપિયા ૧૨૨ કરોડના વિકાસ કામોની રાજ્ય સરકારે ભેટ આપી છે. આ સાથે ખેડૂતોના સાચા સેવક પૂર્વ ધારાસભ્ય સ્વ ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે.

સાંસદ શ્રી પરશોત્તમ ભાઈ રૂપાલા એ વધુમાં જણાવ્યું કેઆવનારી પેઢી ભગવાનબાપા પાસેથી પ્રેરણા મેળવશે. સમૂહ ખેતીએ આજના સમયની જરૂરિયાત છે ત્યારે ભગવાન બાપાએ વર્ષો અગાઉ સમૂહ ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું. અત્યારે ખેતીમાં સૌથી મોટી સમસ્યા ટૂંકી જમીન છેદેશના મોટાભાગના ખેડૂતો નાની જમીનના માલિક હોવાથી ખેતીમાં પ્રયોગ કરી શકાતો નથી અને ખેડૂત ખેતીના તૈયાર પાકને વેચતા રોકી શકતા નથીખેતીપાકનુ ઉત્પાદન તુરંત વેચી દેવુ પડે છે. ભગવાન બાપા આર્ષદ્રષ્ટા હતાસમૂહ ખેતીના તેમણે કરેલા ખેતી પ્રયોગો અને પ્રોત્સાહનએ આજની જરૂરિયાત છે. આ તકે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ ઇઝરાયલની પ્રગતિમા ટેકનોલોજીની સાથે સાથે ત્યાં  થતી સમૂહ ખેતી (કિબૂત્સ)ની વાત કરવાની સાથે પૂર્વ ધારાસભ્ય અને ધરતીપુત્ર સ્વ ભગવાન બાપાએ કરેલા સમૂહ ખેતીના પ્રયોગો એ ખેતીને લાભપ્રદ બનાવે છે તેમ જણાવી ખેડ હક કાયદોગણોત ધારા સહિત કાયદા તથા ગ્રીન રેવોલ્યુશનથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો હતો અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણકારી યોજનાઓથી ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે તેમ ઉમેર્યુ હતું.

ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સ્વાગત પ્રવચનમાં પોતાના દાદા અને સમૂહ ખેતીના પ્રણેતા ધરતીપુત્ર સ્વ ભગવાન બાપાને યાદ કરીને કહ્યું હતું કેભગવાન બાપાના પ્રયાસોથી સૌરાષ્ટ્રનું પ્રથમ યાર્ડ સાવરકુંડલામાં બન્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલા અને લીલીયાના વિકાસ માટે બે વર્ષમા રૂ.૧૬૦૦ કરોડની માતબર રકમ ફાળવી છે. રોડ રસ્તાના કામ માટે રૂ.૧૭૧ કરોડ ફાળવ્યા જેમા ૧૨૦ રોડ પૈકી ૭૪ રોડના કામ ટૂંક સમયમાં શરૂ કરાશે. ઉપરાંત રાજ્ય સરકારે નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે રૂ.૨૫ કરોડ મંજૂર કર્યા છે. આ રિવરફ્રન્ટ બનવાથી નાવલી નદી પુનર્જીવિત થવાની સાથે શહેરની શોભામાં પણ વધારો થશે.

ઇફ્કો ના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના વિવિધ વિકાસ કાર્યોના અભિયાનને વેગ મળ્યો છે. સહકારિતાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના સમૃદ્ધિના દ્વાર ખુલશે.  ભગવાન બાપાએ નવયુવાનોને આપેલા પ્રોત્સાહનના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ તકે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે જણાવ્યું હતું કેપૂર્વ ધારાસભ્ય સ્વ ભગવાનબાપાએ પોતાના માટે નહીં પણ છેવાડાના માનવી માટે હંમેશા કામ કર્યું હતું. માયાભાઈએ આ તકે ભગતબાપુ તેમજ કાગ બાપુને યાદ કર્યા હતા.  આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલા એપીએમસી ખાતે આજીવન ખેડૂતોની સેવાને વરેલા અને સમૂહ ખેતીના પ્રણેતા પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ.

પૂર્વ ધારાસભ્ય અને ઘરતી પુત્ર સ્વ ભગવાનબાપાએ આજીવન ખેડૂતની સેવા કરીને ખેડૂતોના દિલમાં સાચા સેવકનું બહુમાન મેળવ્યું હતું. ભગવાનબાપા વર્તમાન ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના દાદા છે.

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રુ.૧૨૨ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ સાવરકુંડલા મુકામે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના રુ.૧૦૩ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૪.૯૦ કરોડ રૂપિયાના લોકાર્પણ અને ૧૩.૪૭ કરોડના ખાત મુહૂર્ત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.