શીકા ગામેથી નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં વડાપ્રધાનને 100 થી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાવવામાં આવ્યું છે. જેના સમર્થન માં અરવલ્લી જિલ્લામાંથી વડાપ્રધાન ને પત્રો લખવામાં આવી રહ્યા છે ત્યારે શીકા શક્તિકેન્દ્ર ખાતેથી અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાના શીકા ગામેથી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા લાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં વડાપ્રધાનશ્રીને ૧૦૦ ઉપરાંત પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા જેમાં ડેપ્યુટી સરપંચ બિંકલબેન વિપુલભાઈ પટેલ હાજર રહ્યા હતા.