સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી નૂતન વર્ષે અમદાવાદના પશ્ચિમ ઝોનને બોક્સીંગ એકેડેમીની ભેટ
અમદાવાદ, ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસો.ની માંગણીનો સ્વીકાર કરી નૂતનવર્ષે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લોકો માટે બોક્સીંગ સુવિધા પુરી પાડવા બોક્સીંગ એકેડેમીનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસો.ના સહયોગથી બોક્સીંગ એકેડેમી માટે એકલવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એસ.એ.જી. તરફથી સ્ટાન્ડર્ડ બોકસીંગ રીંગ આપવામાં આવી છે. તાલિમ માટેના અન્ય સાધનો પણ સરકાર દ્વારા આપવામાં આવશે. હાલમાં જરૂરી સાધનો એસો. તરફથી આપવામાં આવશે.
ગુજરાતના ૩૦ વર્ષથી વધુ અનુભવી એન.આઈ.એસ. બોક્સીંગ કોચ રમેશભાઈ મહેતા દ્વારા નવા શિખાઉ તથા ઉચ્ચતમ તાલિમ મેળવવા ઈચ્છતાં બોક્સરોને તાલિમ આપવામાં આવશે.
અભ્યાસ તથા નોકરી કરતાં બોક્સીંગમાં રસ ધરાવતાં લોકોની અનુકૂળતા માટે તાલિમનો સમય સવારના ૬.૦૦ થી ૮.૩૦ અને સાંજના પ.૩૦ થી ૮.૦૦ સુધીની રાખવામાં આવ્યો છે. રમેશભાઈ મહેતાએ અત્યાર સુધીમાં કેટલાંય બોક્સરોને ઉચ્ચ તાલિમ દ્વારા રાષ્ટ્રકક્ષાએ સિÂધ્ધઓ પ્રાપ્ત કરાવવામાં સફળતા મેળવેલ છે. તેઓ રાષ્ટ્રકક્ષાના માન્ય રેફરી પણ છે.