Western Times News

Gujarati News

દિલ્હીમાં યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા

વાયુ પ્રદૂષણે હજુ પણ આખા શહેરને ઘેરી લીધું છે

નવી દિલ્હી,  લોક આસ્થાના ચાર દિવસના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજધાની દિલ્લીમાં યમુના છઠ મહાપર્વના સમયે પણ બદહાલ છે. યમુનામાં એકબાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. તો બીજીબાજુ ઝેરી ફીણના થર દૂર-દૂર સુધી દ્રશ્યમાન થાય છે ત્યારે આ ઝેરી ફીણની વચ્ચે છઠ મહાપર્વની ઉજવણી કઈ રીતે કરવી તેની લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે લોક આસ્થાના ૪ દિવસના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં દિલ્લી સરકાર તરફથી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં કેટલીક મહિલાઓ ગંદા પાણીમાં ડૂબકી લગાવવા મજબૂર છે.

દિલ્લી સરકારે દાવા તો મોટા-મોટા કર્યા પરંતુ હકીકત બિલકુલ અલગ જ છે. યમુના નદીને ૨૦૨૫ પહેલાં સ્વચ્છ કરવાનું કેજરીવાલનું સપનું પણ સપનું જ રહી જશે તેવું લાગે છે કેમ કે યમુના નદી દિવસે ને દિવસે વધારે ઝેરી બની રહી છે.

દિલ્લી સરકાર ઘાટ બનાવવાના દાવા કરી રહી છે પરંતુ વાસ્તવિકતા તમારી સામે જ છે. યમુના નદીમાં પ્રદૂષણ અંગે વારંવાર વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે પરંતુ કોઈ જ નિરાકરણ આવતું નથી. જેના પગલે યમુના નદી રોજેરોજ પ્રદૂષિત થઈ રહી છે અને લોકો આસ્થા માટે નદીમાં ડૂબકી લગાવીને પોતાના પર્વની ઉજવણી કરે છે. આશા રાખીએ કે આમ આદમી પાર્ટીની સરકાર ચૂંટણી પહેલાં નદીને સાફ કરવાનું વચન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.