Western Times News

Gujarati News

GSRTCએ ૬,૬૧૭ એક્સ્ટ્રા બસો દ્વારા, એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. ૧૬ કરોડથી વધુની આવક મેળવી

પ્રતિકાત્મક

તા. ૪ નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં ૧.૪૧ લાખથી વધુ સીટોના બુકિંગ થકી રૂ.૩.૧૫ કરોડની આવક સાથે એડવાન્સ બુકિંગનો રેકોર્ડ

સુરત ખાતેથી સૌથી વધુ ૧,૩૫૯ એક્સ્ટ્રા ટ્રીપોના આયોજન દ્વારા નિગમે કુલ રૂ.૨.૫૭ કરોડની આવક મેળવી

દિવાળીના તહેવારો ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા તા.૨૯ ઓક્ટોબરથી ૦૪ નવેમ્બર ૨૦૨૪ સુધી ગુજરાતમાં કુલ ૬,૬૧૭  એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતીજેમાં એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. ૧૬ કરોડથી વધુની આવક એસ.ટી નિગમે કરી હતી આ ઉપરાંત ૪ નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં ૧.૪૧ લાખથી વધુ સીટોનું તેમજ રૂ.૩.૧૫ કરોડનું બુકિંગ કરીને અત્યાર સુધીના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ સ્થાપ્યો હતોસાથોસાથ સુરત ખાતેથી સૌથી વધુ ૧,૩૫૯ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી નિગમે ૮૬,૫૯૯ જેટલા મુસાફરોને સમયબદ્ધ પોતાના વતન પહોચાડી કુલ રૂ.૨.૫૭ કરોડની આવક કરી હતીએમ માર્ગ પરિવહન વિભાગની યાદીમાં જણાવાયું છે. 

યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કેદિવાળીનો તહેવાર નાગરીકો પોતાના વતનમાં જઈને જ ઉજવે છે તેવી એક પરંપરા રહી છે. આ તહેવારોને ધ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં મુસાફરોને યોગ્ય –પુરતી સુવિધા આપવા એસ.ટી નિગમ નિરંતર પ્રયાસ કરી રહ્યું છે.  

ગુજરાતના નાગરીકોએ પોતાના માદરે વતન સહીત વિવિધ સ્થળોએ જવા માટે એસ.ટીની સલામત સવારી અપનાવે છેજેના ભાગરૂપે તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગે ૮૫,૪૩૭ ટિકિટો બુક કરીને રૂ.૨.૦૦ કરોડથી વધુની આવક મેળવી છેતા.૩૦ ઓક્ટોબરના રોજ ૮૩,૪૨૬ સીટો દ્વારા રૂ.૧.૯૬ કરોડથી વધુતા.૩૧ ઓક્ટોબરના રોજ ૮૨,૧૯૦ સીટો દ્વારા ૧.૯૨ કરોડથી વધુતા.૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ ૯૪,૦૧૮ સીટો દ્વારા રૂ. ૨.૧૬ કરોડથી વધુની આવકતા.૨ નવેમ્બરના રોજ ૧,૦૨,૩૧૪ સીટો દ્વારા રૂ.૨.૨૭ કરોડ૩ નવેમ્બરના રોજ ૧,૨૮,૮૪૧ સીટો દ્વારા રૂ.૨.૮૪ કરોડથી વધુ તેમજ સૌથી વધુ ૪ નવેમ્બરે ૧,૪૧,૪૬૮ સીટોના બુકિંગ સાથે નિગમે રૂ.૩.૧૫ કરોડથી વધુની આવક મેળવી છેએમ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.