આઈસર-ઓટો રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૧૧નાં મોત
(એજન્સી)હરદોઈ, ઉત્તરપ્રદેશમાં બુધવારે મોટો અકસ્માત સર્જાયો છે. બિલ્હાર કટરા નેશનલ હાઈવે પર અચાનક સામે આવેલા બાઈક સવારને બચાવવા માટે આઈસર ચાલકે બ્રેક લગાવી. જેના કારણે આઈસર રોડ પર ફસાઈ ગયો.
જેને લઈને મુસાફરો સવાર ઓટો રિક્ષાએ પણ અચાનક બ્રેક લગાવી. તેનાથી ઓટો રિક્ષા પલટી ગઈ. ઓટોમાં સવાર ૧૧ લોકોના મોત થઈ ગયા, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. એક બાઈક સવાર પણ ઈજાગ્રસ્ત થયો.
બે ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજ હરદોઈમાં દાખલ કરાવવામાં આવ્યા છે. એકને લખનઉં રિફર કરાયા છે. એકની સારવાર સીએચસીમાં ચાલી રહી છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે યુવક કિશોર, બે બાળકો અને એક માસૂમ સામેલ છે. જેમાં સાસુ-વહૂ, મા-દીકરી, મહિલા અને દીકરો પણ સામેલ છે.
બિલગ્રામ કોતવાલી વિસ્તારના બિચપુરિયા અલ્લીગઢ નિવાસી રમેશ (૪૦)ની બહેન ગીતાનું મોત મંગળવાર મોડી રાત્રે મહમૂદપુર ગામમાં થઈ ગયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રમેશભાઈ બુધવાર બપોરે બાઈક લઈને જઈ રહ્યા હતા.