સોની YAY! ટૂન્સ હની અને બની અમદાવાદમાં બાળકો અને વાલીઓ માટે મકર સંક્રાંતિ 20-20 ને વિશેષ બનાવે છે!
સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયાની બાળકોની મનોરંજક ચેનલ સોની YAY!ના હની અને બનીએ હાલમાં ગુજરાતમાં સૌથી ભવ્ય અને અત્યંત રંગબરંગી મહોત્સવ મકર સંક્રાંતિ માટે નવરંગ સ્કૂલ અને કેલોરેક્સ પ્રી સ્કૂલ – ઘાટલોડિયા ની મુલાકાત લીધી હતી.
ચેનલે સ્કૂલોમાં બાળકો અને તેમના વાલીઓ સાથે પતંગ શણગારવાનું સત્ર આયોજન કર્યું હતું, જે આ તહેવારની અસલ ખૂબી પતંગો અને એકતાને મઢી લે છે. આ મોજમસ્તીમાં ઉમેરો કરતાં તેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા,
ટીમ હની અને ટીમ બની, જેમની વચ્ચે રસપ્રદ પતંગ ઉડાવવાની સ્પર્ધા જામી હતી. હની અને બનીએ તેમની ટીમનો જોશ વધારીને સૌએ એકત્ર મળીને આખો દિવસ મોજમસ્તી કરી હતી. બાળકો અને તેમના વાલીઓ પણ પતંગ કઈ રીતે ઉડાવવા તેની પર મોજીલી ટિપ્સનું આદાનપ્રદાન કરતા જોવા મળ્યા હતા. વહાલાં પાત્રો બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથે નૃત્ય, મોજમસ્તી અને મનોરંજન કરતાં જોવા મળ્યા હતા. દેખીતી રીતે જ દરેક માટે આ મોજીલો અનુભવ હતો અને વિશેષ સ્મૃતિઓ નિર્માણ કરી હતી!