ફરી એકવાર ચક્રવાતી તોફાન એક્ટિવ થવાનું એલર્ટ અપાયું
નવી દિલ્હી, દિવાળી બાદ દેશભરમાં માહોલ બદલાઈ ચૂક્યો છે. સમગ્ર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે ફરીથી એકવાર ચક્રવાતી તોફાન એક્ટિવ થવાનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે.
જેના પગલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે અને સમુદ્રી કાંઠાવાળા રાજ્યોમાં વરસાદ પડશે. આંધી તોફાન સાથે વીજળીના ગડગડાટ અને કરા પડવાની પણ ચેતવણી અપાઈ છે. આવામાં ચક્રવાતી તોફાન એકવાર ફરીથી તબાહી મચાવવા માટે તૈયાર છે.
હવામાન વિભાગે ૧૨ નવેમ્બર સુધી સાઉથ ઈન્ડિયા અને નોર્થ ઈન્ડિયાના કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જાણો હવામાન આગાહી અંગે લેટેસ્ટ અપડેટ.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ બંગાળની ખાડીમાં સેન્ટરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની રહી છે. જેના પ્રભાવથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે અને હવાઓનું ચક્રવાત બનશે. જેની અસરથી ૧૨ નવેમ્બર સુધી કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદમાન નિકોબાર ટાપુઓમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે.
ગાજવીજ સાથે વીજળી ચમકશે અને ભારે વરસાદના અેંધાણ છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે. ૮થી ૧૦ નવેમ્બર વચ્ચે કેરણ અને માહે, આંધ્રના કાંઠા વિસ્તારો, યનમ અને રાયલસીમામાં છૂટાછવાયા કરાવૃષ્ટિ થવાની શક્યતા છે. આવામાં હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
છેલ્લા ૨૪ કલાકના હવામાન રિપોર્ટની વાત કરીએ તો હવામાન વિભાગના રિપોર્ટ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અનેક રાજ્યોમાં ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. દેશના પશ્ચિમ મધ્ય પ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, અને કરાઈકલ, કેરળને બાદ કરતા બાકી રાજ્યોમાં ન્યૂનતમ તાપમાન સતત ઉપર બનેલું છે.
માહેમાં કેટલાક સ્થળો પર ન્યૂનતમ તાપમાનમાં ૧-૨ સેલ્સીયસનો ઘટાડો થયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરી મધ્ય પ્રદેશ, યુપીમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ૨-૪ સેલ્સીયસ ઉપર રહ્યું. બિહાર, ઝારખંડ, અને ગંગીય પશ્ચિમ બંગાળમાં મહત્તમ તાપમાન સામાન્યથી ૨-૪ સેલ્સીયસ ઉપર છે. રાજસ્થાન, ગુજરાત, વિદર્ભ અને છત્તીસગઢમાં ન્યૂનતમ તાપમાન પણ સામાન્યથી ઉપર જોવા મળી રહ્યું છે.SS1MS