Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે ભારતીય મૂળના કમલા હેરિસને હરાવ્યા હતા. ટ્રમ્પની જીતથી અમેરિકન શેરબજારમાં તેજી જોવા મળી હતી.

સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પર રૂપિયાનો વરસાદ થયો હતો. મસ્કે માત્ર ૨૪ કલાકમાં ૨ લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. વાસ્તવમાં યુએસ માર્કેટમાં તેજી વચ્ચે મસ્કની કંપની ટેસ્લાના શેરમાં ૧૫ ટકાનો ઉછાળો આવ્યો હતો.

અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારે અમેરિકન શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ૧૫૦૮ પોઈન્ટ અથવા ૩.૫૭ ટકા વધીને ૪૩,૭૨૯ ના સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે જીશ્ઁ૫૦૦માં પણ તેજી જોવા મળી હતી. તે ૨.૫૩ ટકા ઉછળ્યો હતો.

એટલું જ નહીં, દ્ગટ્ઠજઙ્ઘટ્ઠૂમાં પણ લગભગ ૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. અમેરિકન માર્કેટમાં આવેલી આ તેજીને કારણે ઘણી કંપનીઓના શેર વિક્રમી ઊંચાઈ સાથે ઉછળ્યા અને મસ્કથી લઈને જેફ બેઝોસ સુધીના દરેકની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કને ટ્રમ્પની જીતને કારણે અમેરિકન માર્કેટમાં આ તેજીનો સૌથી વધુ ફાયદો થયો અને તેમની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની નેટવર્થમાં ૨૬.૫ બિલિયન ડોલર અથવા લગભગ ૨૨,૩૨,૬૫ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. સંપત્તિમાં આ વધારા પછી મસ્કની નેટવર્થ ૨૯૦ બિલિયન ડોલર થઈ ગઈ છે.

મસ્કની સંપત્તિમાં આ ઉછાળા પાછળનું કારણ તેની ઇલેક્ટિÙક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના શેરમાં મજબૂત વધારો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સમાચારને કારણે ટેસ્લાના શેરમાં લગભગ ૧૫ ટકાનો ઉછાળો આવ્યો હતો.

ટેસ્લાના શેર ૨૮૪.૬૭ ડોલરના સ્તરે ખૂલ્યા અને ૨૮૯.૫૯ ડોલરના સ્તર સુધી પહોંચ્યો હતો. બજારના બંધ સમયે થવા સમયે ટેસ્લાનો આ સ્ટોક ૧૪.૭૫ ટકાના જંગી વધારા સાથે ૨૮૮.૫૩ ડોલર પર બંધ થયો હતો.

અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર માત્ર મસ્કની સંપત્તિ પર જ દેખાતી નથી પરંતુ ટોપ-૧૦ બિલિયોનેર્સની યાદીમાં સામેલ અન્ય દિગ્ગજોની સંપત્તિમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો હતો.

બ્લૂમબર્ગ અનુસાર, એમેઝોનના જેફ બેઝોસે છેલ્લા ૨૪ કલાકમાં ૭.૧૪ બિલિયન ડોલરનો નફો કર્યો અને તેમની નેટવર્થ વધીને ૨૨૮ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સિવાય લેરી એલિસને ૯.૮૮ બિલિયન ડોલર, લેરી પેજે ૫.૫૩ બિલિયન ડોલર અને વોરેન બફેટે ૭.૫૮ બિલિયન ડોલરની કમાણી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.