અજમાનું વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
ભાવનગર, સામાન્ય રીતે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર વધારે થઈ રહ્યું છે. પરંતુ મહુવા તાલુકાના ડુંડાસ ગામે સૌથી વધારે અજમાનું વાવેતર થાય છે.
આ ગામમાં ખેડૂતો વધુ પ્રમાણમાં અજમાની ખેતી કરે છે. બિનપિયત ખેતી હોવાના કારણે વર્ષ દરમિયાન ખેડૂતો એક જ પાક લઈ શકે છે અને સારી આવક મેળવી રહ્યા છે. પરંતુ આ વર્ષે પડેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દર વર્ષે થતા ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. ડુંડાસ ગામના ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
ડુંડાસ ગામના ખેડૂત ભરતભાઈ જેરામભાઈ સોડવડીયાએ સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી અજમાની ખેતી કરે છે. ખેડૂતે ૧૫૦ વિઘા જમીનમાં અજમાનું વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદના કારણે અજમાના પાકને ભારે નુકસાન થયું છે. વિઘે ૧૫ હજાર સુધીનું નુકસાન થયું છે.
ખેડૂત ભરતભાઈ જેરામભાઈ સોડવડીયાએ જણાવ્યું કે, “મેં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને હું અમારી વડીલોની પરંપરાગત ખેતી સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું. છેલ્લા ૨૫ વર્ષથી અજમાની ખેતી કરી રહ્યા છીએ. પરંતુ આ વર્ષે અજમાની ખેતીમાં વરસાદના કારણે વધુ નુકસાન જોવા મળી રહ્યું છે.
વરસાદના કારણે આ વર્ષે ૧૫૦ વિઘા કરતા પણ વધુ જમીનમાં વાવેલ અજમાને નુકસાન પહોંચ્યું છે. તેમજ અન્ય ખેડૂતોને પણ આ વર્ષે અજમાની ખેતીમાં નુકસાન પહોંચ્યું છે.”
વધુમાં ખેડૂતે જણાવ્યું, “સરકાર દ્વારા રાહત પેકેજમાં ભાવનગર જિલ્લાની શા માટે બાદ રાખવામાં આવ્યો છે તે પણ એક પ્રશ્ન થાય છે. વરસાદ બધી જગ્યાએ સરખો થયો છે. કપાસમાં નુકસાન છે તેમજ અજમાની ખેતીમાં પણ નુકસાન પહોંચ્યું છે.
અજમાની ખેતીમાં આવેલ નુકસાન અટકાવવા માટે દવાનો છંટકાવ, ખાતરનો છંટકાવ સહિત પ્રયાસ કર્યો હતો. છતાં પણ કોઈ પ્રકારની સફળતા મળી નથી. અજમાની ખેતીમાં આ વર્ષે અજમા પાક ઉપર આવી ગયા હતા. ત્યારે જ નુકસાન થયું છે.
“અજમાના છોડ ઉભા સુકાઈ ગયા છે અને ખેતરો ખાલી થવા લાગ્યા છે. અજમાની ખેતીમાં આ વર્ષે વારંવાર નુકસાન પહોંચ્યો છે. અમુક એવા પણ ખેતરો રહેલા છે, જેમાં પાણીનો ઢાળ હોવાથી પાણી ન લાગતું હોય તે ખેતરોમાં અજમાને નુકસાન ઓછું પહોંચ્યું છે.
આવા ખેતરમાં ૨૦% જ નુકસાન છે, બાકી ૮૦% નુકસાની થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડ્યો હતો, જેના કારણે આ નુકસાન પહોંચ્યો છે. ખેતરમાં રહેલા અજમાના ઉભા છોડ સુકાઈ રહ્યા છે. વિઘે ૨૫,૦૦૦ રૂપિયાની આવક થઈ હતી. પરંતુ આ વર્ષે ૧૦ હજાર રૂપિયાની આવક થશે.SS1MS