Western Times News

Gujarati News

મહીસાગર જીલ્લામાં MGVCL દ્વારા સંતરામપુર અને કડાણા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મહીસાગર,  મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં કુલ ૨૬ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કુલ ૨૫૬ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૨૯ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૪.૬૧ લાખ જેટલું થાય છે. અને કડાણા તાલુકામાં ૩૬૩ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૬૦ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૯.૭૧ લાખ જેટલું થાય છે.

આમ મહીસાગર જીલ્લાના સંતરામપુર અને કડાણા તાલિકાના કુલ ૬૧૯ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ હતા. વીજ જોડાણમાંથી કુલ ૮૯ જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧૪.૩૨ લાખ જેટલું થાય છે. આમ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.