Western Times News

Gujarati News

USA: ટ્રમ્પની ટીમમાં વડોદરાના કશ્યપ પટેલની એન્ટ્રી નિશ્ચિત

(એજન્સી)વડોદરા, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં સામે આવ્યુ છે કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ સામે જીત મેળવી લીધી છે.ત્યારે હવે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમમાં મુળ ગુજરાતીનો સમાવેશ થઈ શકે છે.ગુજરાતી મુળના કાશ પટેલને મોટી જવાબદારી મળી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ લેવાના છે. તેમની ટીમમાં ગુજરાતી મુળના કાશ પટેલને મોટી જવાબદારી મળી શકે તેવુ જોવા મળી રહ્યુ છે. કાશ પટેલને અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના વડા બની શકે છે. ટ્રમ્પના નજીકના વર્તુળમાં કાશ પટેલનો સમાવેશ થાય છે. કાશ પટેલ સુરક્ષા અને જાસૂસી વિભાગોમાં કામ કરતા રહ્યા છે.

કાશ પટેલનું આખું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. કાશ પટેલનો પરિવાર મૂળ વડોદરાનો છે. કાશ પટેલના માતા-પિતા યુગાન્ડામાં રહેતા હતા. ૧૯૭૦ના દાયકામાં કાશ પટેલના માતા-પિતા અમેરિકા આવ્યા. કાશ પટેલનો જન્મ ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. પેસ યુનિવર્સિટીમાંથી તેમણે કાયદાની ડિગ્રી લીધી છે. ૯ વર્ષ સુધી વકીલની પ્રેક્ટીસ કરી પછી અમેરિકાના ન્યાય વિભાગમાં જોડાયા હતા.

૨૦૧૭માં ઈન્ટેલિજન્સ અંગેની હાઉસ પર્લામેન્ડ સિલેક્ટ કમિટીના સભ્ય બન્યા.કાશ પટેલ રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા છે. કાશ પટેલ ૨૦૧૬માં અમેરિકન ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ કમિટીમાં પટેલ સામેલ થયા હતા. જો કે એક રિપોર્ટમાં તેમના પર હ્લમ્ૈં પર ટ્રમ્પના અભિયાન પર નજર રાખવાનો આરોપ લાગ્યો હતો. રિપોર્ટની ટિકા થઈ

પરંતુ કાશ પટેલની સ્થિતિ ટ્રમ્પ શાસનમાં મજબૂત થઈ. આ બાદ પટેલને રાષ્ટ્રીય સુરક્ષામાં મહત્વની જવાબદારીઓ મળી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આંતકવાદ વિરોધી ટીમમાં સલાહકાર તરીકે કામ કર્યું હતુ, કાશ પટેલ હંગામી રક્ષા પ્રધાન ક્રિસ મિલરના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ કામ કર્યું છે. તેમના પહેલા કાર્યકાળમાં પટેલને ઝ્રૈંછના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવા માગતા હતા.જો કે તેમના અભિયાન દરમિયાન પટેલ માટે કહ્યું હતું “તૈયાર થઈ જાઓ, કાશ તૈયાર થઈ જાવ”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.