સુપ્રીમ કોર્ટે ડીઆરઆઈ અધિકારીઓની શો કોઝ નોટિસની સત્તા બહાલ કરી
નવી દિલ્હી, દેશભરમાં કસ્ટમની સત્તાને મોટી અસર કરતાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓને કસ્ટમ વિભાગ દ્વારા આયાત માટે પહેલેથી જ મંજૂર કરવામાં આવેલા માલ પર ડ્યૂટીની વસૂલાત કરવાની સત્તા છે.કસ્ટમ વિભાગની સમીક્ષા અરજીને મંજૂરી આપી સુપ્રીમ કોર્ટે તેના જ ૨૦૨૧ના ચુકાદાને ઉલટાવી દીધો હતો.
૨૦૨૧ના ચુકાદામાં કેનન ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ડીઆરઆઈ અધિકારીઓ કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની કલમ ૨૮ હેઠળ નોટિસ જારી કરી શકે નહીં.
ખંડપીઠ માટે ૧૬૨ પાનાનો ચુકાદો લખતા જસ્ટિસ પારડીવાલાએ ડીઆરઆઈ અધિકારીઓની શો-કોઝ નોટિસ જારી કરવાની અને ડ્યૂટીની વસૂલવાની સત્તાને કાયદેસર ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ ચુકાદામાં કરવામાં આવેલા અવલોકનોને આધીન ડીઆરઆઈ કસ્ટમ્સ કમિશનરેટ્સ (પ્રિવેન્ટિવ), ડિરેક્ટોરેટ જનરલ આૅફ સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્ટેલિજન્સ અને કમિશનરેટ આૅફ સેન્ટ્રલ એક્સાઈઝ અને અન્ય સમાન દરજ્જાના અધિકારીઓ કલમ ૨૮ના હેતુઓ માટેના યોગ્ય અધિકારીઓ છે અને શો-કોઝ નોટિસ જારીની સત્તા ધરાવે છે.
આ ચુકાદો કસ્ટમ વિભાગ માટે મોટી રાહત આપનારો છે, કારણ કે કસ્ટમ વિભાગ ડ્યૂટી વસૂલાત સંબંધિત ઘણા કેસો લડી રહ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે કેનન ઇન્ડિયામાં ચુકાદો પરિપત્ર અને નોટિફિકેશન જોયા વિના આપવામાં આવ્યો હતો, તેથી તેની ગંભીરતાથી અસર કરે છે. કેનન ઈન્ડિયાનો નિર્ણય વૈધાનિક યોજનાને જોવામાં નિષ્ફળ રહ્યો હતો.SS1MS