બધી હીરોઈન સરખી દેખાય છે, મારે સારા-જાન્હવી જેવા નથી લાગવુઃ નોરા
મુંબઈ, ભારતીય ફિલ્મોમાં દાયકાઓથી હીરોઈનને ગ્લેમરસ બતાવવાનો ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડને ફોલો કરવાની સાથે દરેક હીરોઈને પોતાની અલગ સ્ટાઈલ અને સ્વેગ સેટ કરેલાં છે.
જો કે હાલના સમયમાં બોલિવૂડની મોટાભાગની હીરોઈને એક સરખી લાગતું હોવાનું નોરા ફતેહી માને છે. અન્ય હીરોઈન્સ કરતાં અલગ દેખાવા માટે જ પોતાના ડ્રેસિંગમાં ખાસ કાળજી રાખતી હોવાનું નોરાએ કહ્યું હતું.
તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં નોરાએ બોલિવડમાં મહિલાઓની સુંદરતા બાબતે બદલાઈ રહેલા માપદંડ અને આ માપદંડો સાથે પોતાના અનુકૂલન અંગે વાત કરી હતી. નોરાએ ખુલાસો કર્યાે હતો કે, અમારી ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગની છોકરીઓ જેવાં જ મારા એસ્થેટિક્સ છે. અમે બધાં હવે સરખા દેખાઈ રહ્યાં છીએ, પરંતુ મારે તેમ થવા દેવું નથી.
આ કારણથી જ પોતાની હેરસ્ટાઈલ અને ડ્રેસિંગમાં ખાસ કાળજી રાખું છું. અનન્યા, સારા અથવા જાન્હવી જેવાં કપડાં ના પહેરાવવા જોઈએ તેવું નોરા માને છે. વળી, નોરા આ બાબતે પોતાના સ્ટાઈલિસ્ટને ખાસ સૂચના પણ આપે છે. ક્યારેક અન્ય જેવા નહીં દેખાવા માટે સંઘર્ષ પણ કરવો છે. ડાયેરક્ટર અને સ્ટાઈલિસ્ટ ચોક્ક્સ પ્રકારના ડ્રેસિંગ માટે આગ્રહ કરે છે.
જો કે અન્ય હીરોઈન પણ આ જ પ્રકારનાં કપડાં પહેરતી હોવાથી નોરા પોતાના શરીરને વધારે અનુકૂળ હોય તેવી સ્ટાઈલ પસંદ કરે છે. નોરાનું માનવું છે કે, બોલિવૂડ માટે તેની ‘બોડી ટાઈપ’ ફેમિલિઅર નથી.
આ બાબત ડાયરેક્ટર અને સ્ટાઈલિસ્ટને સમજાવવાનું અઘરું બને છે. નોરા છેલ્લે કુણાલ કેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’માં જોવા મળી હતી. વરુણ તેજ અને મીનાક્ષી સાથે નોરાની પહેલી તેલુગુ ફિલ્મ ‘મટકા’ પણ રિલીઝ થવાની છે. નોરાની અન્ય એક ફિલ્મ ‘ડાન્સિંગ ડેડ’ પણ પાઈપલાઈનમાં છે.SS1MS