હલ્દીરામ ભુજિયાવાલામાં પેન્ટોમેથના ભારત વેલ્યુ ફંડે રૂ. 235 કરોડનું રોકાણ કર્યું
મુંબઈ – કોલકાતા સ્થિત હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડે તેના પ્રાઇવેટ પ્લેસમેન્ટ રાઉન્ડના સફળતાપૂર્વક સમાપનની જાહેરાત કરી છે જેમાં પેન્ટોમેથના ભારત વેલ્યુ ફંડે (બીવીએફ) કંપનીમાં લઘુતમી હિસ્સા માટે રૂ. 2,350 મિલિયન (235 કરોડ)નું રોકાણ કર્યું છે. હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ ‘પ્રભુજી’ બ્રાન્ડ હેઠળ તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રો પૈકીનું એક સ્નેક્સ માર્કેટ નાણાંકીય વર્ષ 2024માં રૂ. 426 મિલિયનનું હોવાનું મનાય છે જે 11 ટકાના સીએજીઆર સાથે નાણાંકીય વર્ષ 2032 સુધીમાં રૂ. 955 મિલિયન સુધી પહોંચે તેવી સંભાવના છે. નોંધપાત્ર બજાર હિસ્સો ધરાવતી સંગઠિત કંપનીઓ આ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે તેવી શક્યતા છે. પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન, ગુણવત્તા પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા, સુગમતા અને સુરક્ષા ધોરણો પર સતત ધ્યાનથી તેઓ વધુ વિસ્તરણ કરવાની સ્થિતિમાં રહેશે. Pantomath’s Bharat Value Fund Invests INR 2350 Million for Minority Stake in Haldiram Bhujiawala.
હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ નાસ્તા તથા નમકીન ઉદ્યોગમાં 6 દાયકાથી વધુનો મજબૂત વારસો ધરાવે છે. કંપની ‘પ્રભુજી’ બ્રાન્ડ નેમ હેઠળ તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તે 100થી વધુ એસકેયુ સાથેનો વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયો ઓફર કરે છે જે પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ભારતીય બજારોમાં મજબૂત બ્રાન્ડ ઓળખ ધરાવે છે. આ ઉપરાંત કંપની પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ક્વિક સર્વિસ રેસ્ટોરાં પણ ચલાવે છે. મોડર્ન બ્રાન્ડ ‘પ્રભુજી’ હવે જાણીતો શબ્દ બની ચૂકી છે જેને કંપનીની નવા યુગની માર્કેટિંગ વ્યૂહરચનાનું સમર્થન મળે છે. બોલિવૂડના જાણીતા કલાકારો શાહરૂખ ખાન અને રશ્મિકા મંદાના તેના બ્રાન્ડ એમ્બેસડર્સ છે.
હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ તેના રિટેલ બિઝનેસ અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનું અનોખું મિશ્રણ ધરાવે છે. કંપની દેશભરમાં 2,00,000થી વધુ રિટેલર્સને સેવાઓ પૂરી પાડતા લગભગ 2,000 ડિસ્ટ્રીબ્યુટર્સનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. કંપની 19 રિટેલ આઉટલેટ્સ અને 60 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ ચલાવીને સીધા જ ગ્રાહક સુધીની પહોંચ સ્થાપિત કરે છે. હાલ કંપનીના બજારોમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોનો સમાવેશ થાય છે. કંપની આ ફંડનો ઉપયોગ તેના ઉત્પાદન તથા પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ભારતીય બજારોની બહાર માર્કેટિંગ પાછળ કરશે. હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ વાર્ષિક 6,035 મેટ્રિક ટન (એમટીપીએ)ની સંયુક્ત ક્ષમતા સાથેના ત્રણ ઉત્પાદન એકમો ચલાવે છે.
હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષ અગરવાલે જણાવ્યું હતું કે “છેલ્લા 60 કરતા વધુ વર્ષોમાં અમે સ્વાદિષ્ટ નાસ્તા અને મીઠાઈઓ પૂરી પાડીને વફાદાર ગ્રાહક વર્ગ ઊભો કર્યો છે. અમારી કંપની ટ્રેન્ડસેટર રહી છે જે ભારતની ખાણીપીણીની આદતો તથા સ્વાદમાં ક્રાંતિ લાવે છે.
બીવીએફના સપોર્ટની સાથે અમારા ઉદ્યોગની ઇનસાઇટનો લાભ લેતા અમે શેરધારકો માટે મૂલ્ય વધારવા અને વૃદ્ધિને આગળ ધપાવવા માટે વ્યૂહાત્મક સ્થિતિમાં છીએ. આ ભાગીદારી લાંબા ગાળાના આર્થિક લાભો આપવા માટેનો મજબૂત પાયો બનાવે છે અને તમામ હિસ્સેદારો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.”
હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડમાં રોકાણ અંગે ભારત વેલ્યુ ફંડના સીઆઈઓ સુશ્રી મધુ લુણાવતે જણાવ્યું હતું કે “અમે હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ સાથે ભાગીદારી કરતા આનંદ અનુભવીએ છીએ. 1958માં પ્રોપરાઇટરશિપ તરીકે તેની સ્થાપના થઈ ત્યારથી 6થી વધુ દાયકાની માર્કેટ ઇનસાઇટ સાથે કંપનીએ ગ્રાહક વર્તણૂંક અને બજારના પ્રવાહોની ઊંડી સમજ મેળવી છે. મોડર્ન બ્રાન્ડ ‘પ્રભુજી’ પર નવી જનરેશનનું મજબૂત ધ્યાન નોંધપાત્ર છે. અમે ફૂડ, એફએમસીજી અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર્સ અંગે ખૂબ જ આશાવાદી છીએ અને હલ્દીરામ આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.”
મીડ માર્કેટ સેક્ટરમાં અગ્રણી ફંડ હાઉસીસમાં સ્થાન ધરાવતું બીવીએફ લાંબા ગાળે સફળતાને પ્રોત્સાહન આપવા માટે નફાકારક તથા વૃદ્ધિના તબક્કામાં હોય તેવી કંપનીઓમાં રોકાણ કરવા પર ધ્યાન આપે છે. હલ્દીરામમાં રોકાણ એ બીવીએફનું એકંદરે છઠ્ઠું રોકાણ અને છેલ્લા 3 મહિનામાં કન્ઝ્યુમર ક્ષેત્રે ત્રીજું રોકાણ છે. અગાઉ ગયા મહિને બીવીએફે પર્સનલ હાઇજિન બ્રાન્ડ બમબમ (મિલેનિયમ બેબીકેર લિમિટેડ) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપની અનિકેત મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓમાં રોકાણ કર્યું હતું.