FICCI દ્વારા કરવામાં આવેલ આયોજન દેશના ઔદ્યોગિક જગતના સર્વગ્રાહી વિકાસના મંથન અને ચિંતનનો મંચ બનશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદ ખાતે The Federation of Indian Chambers of Commerce & Industry (FICCI) નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઔધોગિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના બહુવિધ લક્ષ્યો સિદ્ધ કરી શકાય તે દેશ-દુનિયાને બતાવ્યું છે.
તેમણે રાજ્યમાં સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન જેવા સેક્ટરમાં થઈ રહેલ પ્રગતિની રૂપરેખા આપવાની સાથોસાથ પોલીસી ડ્રીવન સ્ટેટ ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે ‘બેસ્ટ ચોઇસ ઑફ ઇન્વેસ્ટમેન્ટ’ બન્યું હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ FICCI દ્વારા કરવામાં આવેલ આજનું આયોજન દેશના ઔદ્યોગિક જગતના સર્વગ્રાહી વિકાસના મંથન અને ચિંતનનો મંચ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.