Western Times News

Gujarati News

અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી સ્લીપર બસના ડ્રાઈવરને ઝોકું આવતાં થયો અકસ્માત

(એજન્સી)આગ્રા, હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રોલી સાથે ટક્કર બાદ ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે ૫૦ જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચી છે.

જેમાં ૨ લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઇ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શિકોહાબાદ. શુક્રવારે સવારે 5.15 વાગ્યે નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગરા લખનૌ એક્સપ્રેસ વેના માઇલ સ્ટોન 54 પર એક દુ:ખદ અકસ્માત થયો હતો. ભક્તોને અયોધ્યાથી વૃંદાવન (મથુરા) લઈ જઈ રહેલી સ્લીપર બસનો ડ્રાઈવર ઊંઘી ગયો હતો, ત્યારબાદ બસ ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ મુસાફરોના મોત થયા હતા.

જ્યારે 12થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ ડ્રાઈવર મનીષ, નાનુબાઈનો પુત્ર, બરસલ (ગુજરાત) ના રહેવાસી, દેશના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા સ્લીપર બસમાં 19 મુસાફરો સાથે 2 નવેમ્બરે ગુજરાતથી નીકળ્યો હતો. કાશી વિશ્વનાથ અને અયોધ્યા ધામના દર્શન કર્યા બાદ તમામ શ્રદ્ધાળુઓ શુક્રવારે લખનૌ એક્સપ્રેસ વેથી વૃંદાવન જઈ રહ્યા હતા.

અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદરા નગર હવેલીના રહેવાનું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તીર્થયાત્રાએ નિકળ્યા હતા. આ લોકો કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં પ્રભુ રામના દર્શન કરી મથુરા વૃંદાવન જઇ રહ્યા હતા. ફિરોજાબાદ જિલ્લામાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર માઇલ્સ્ટોન ૫૪ પાસે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ લોકો અયોધ્યાથી મથુરા જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ શ્રદ્ધાળુઓ થયા ઘાયલ
તારાબેન નિવાસી ચંદૌરિયા અમદાવાદ (૬૮ વર્ષ) પરાફૂલ (૬૯ વર્ષ) વિલાસ પાન (૬૩ વર્ષ) સીતારામ (૬૨ વર્ષ) સુરેન્દ્રાબેન (૫૫ વર્ષ) દૌવા (૬૦ વર્ષ) મધુબેન (૭૪ વર્ષ) માર્ગી પટેલ (૪૫ વર્ષ) કાંતિલાલ (૮૧ વર્ષ) ખેમીબેન (૭૨ વર્ષ) આશાબેન (૪૪ વર્ષ) હર્ષાબેન (૬૩ વર્ષ) નાથાભાઈ (૭૪ વર્ષ) જયાબેન (૬૦ વર્ષ) લીલાબેન (૬૧ વર્ષ) સુમિતાબેન (૩૫) દુર્ગાબેન (૬૦) વિજય ત્રિવેદી (૩૭ વર્ષ) કલ્પનાબેન (૩૭ વર્ષ)

સરિતાબેન (૬૦ વર્ષ) ઉષાબેન (૫૪ વર્ષ) નવીનભાઈ (૭૨ વર્ષ) મુસ્કાન (૧૮ વર્ષ) ખુશ્બુ (૧૮ વર્ષ) હર્ષ ભાઈ (૪૭ વર્ષ) પ્રજ્ઞેશભાઇ (૩૭ વર્ષ) હસુમતીબેન મોદી (૪૦ વર્ષ) કાંતાબેન (૫૫ વર્ષ) હિરેન્દ્રસિંહ (૪૫ વર્ષ) કાળુભાઇ ( ૨૭ વર્ષ) બંધન હીરા (૪૪ વર્ષ) પીરભા (૬૧ વર્ષ) મહરિયા (૫૪ વર્ષ) બાબરલા( ૩૨ વર્ષ) દુલેશ્વર ( ૧૩ વર્ષ) દુર્ગેશસિંહ રણૌત, ઉદેપુર (૪૧ વર્ષ) હંસાબેન (૬૦ વર્ષ) હરસિત (૬૧ વર્ષ) લલ્લન (૬૦ વર્ષ)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.