Western Times News

Gujarati News

ભરૂચના જ્યોતિનગર પાસે આવેલા જવાલેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના સતત વાહનો અને લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તાર એવા જાડેશ્વર રોડ ઉપરના જ્યોતિ નગર નજીક રોડને અડીને આવેલ જવાલેશ્વર મંદિરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી દાન પેટીઓ તોડી રોકડની ચોરી કરી રહ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતાં સમગ્ર મામલો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા જ્યોતિ નગરના નાકા પાસે આવેલા જવાલેશ્વર મહાદેવના મંદિરમાં રાત્રિના સમયે કેટલાક અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાં મૂકેલી ચાર જેટલી દાનપેટીના તાળા તોડી દાન પેટીમાં રહેલ રોડકની ચોરી કરી પાલન રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. ઘટના સામે આવતા મંદિરમાં લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવતા સીસીટીવીમાં એક અજાણ્યો તસ્કર દાન પેટીઓ કોઈ સાધન વડે તોડી રહ્યો હોય

અને કાપડના ટુકડામાં દાન પેટીમાં રહેલા રૂપિયા ઉજેડી રહ્યો હોય તેવી ઘટના કેદ થતાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.જે બાબતે પોલીસે ઘટના અંગેની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું મળેવવા માટે સીસીટીવી ફૂટેજના આઘારે અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાની કવાયત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તસ્કરો હવે ઘર અને દુકાન તો ઠીક પરંતુ હવે દેવી દેવતાની મંદિરોને નિશાન બનાવતા ખચકાતાં ન હોય જેથી પોલીસ આવા તસ્કરોને વહેલી તકે ઝડપી પાડી ગુનાના ભેદ ઉકેલે તે પણ જરૂરી બની ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.