Western Times News

Gujarati News

ખેડૂતની દીકરીની સિદ્ધિથી આખા ગામના લોકો ખુશ: યોગાસન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ

સુરતના ભીમરાડ ગામ ખાતે રહેતા ખેડૂત જયેશભાઈ પટેલની દીકરીની સિદ્ધિથી આખા ગામના લોકો ખુશ

(એજન્સી) સુરત, સુરતના ભીમરાડ ગામની ૧૩ વર્ષીય ખેડૂત પુત્રીએ થાઈલેન્ડ જઈને એશિયન યોગાસન સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ લઈને આવી છે. અન્ડર ૧૪ કેટેગરીમાં તેણે અલગ અલગ યોગના આસન કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પોતાના શરીરને રબરની જેમ લચકદાર બનાવી તેને અલગ અલગ આસન ગણતરીના સેકન્ડમાં કરી નાખ્યા હતા. Surat: 13-year-old daughter of farmer bags Gold medal in Asian Yoga Championship held in Thailand

સુરત શહેરના ભીમરાડ ગામ ખાતે રહેતા ખેડૂતો જયેશભાઈ પટેલની દીકરીની સિદ્ધિથી આખા ગામના લોકો આટલી હદે ખુશ છે કે જ્યારે તે થાઈલેન્ડ થી યોગ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવીને આવી તો તેના સ્વાગતમાં આખું ગામ એકત્ર થઈ ગયું હતું.

ગામની દીકરી જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષા પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હોય ત્યારે ગામના લોકો ઢોલ નગારા સાથે એકત્ર થઈ ગયા હતા કારણ કે ગામમાં પ્રથમવાર એક ખેડૂતની દીકરી યોગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ઢોલ નગારા સાથે અને આતિશબાજી કરી ગામમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

થાઈલેન્ડના બેંગકોકમાં એશિયન યોગાસના સ્પોટ્‌સ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય યોગાસન ટીમ ત્યાં પહોંચી હતી અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ યોગ કરનાર લોકોએ ભાગ લીધો હતો જેમાં ૧૩ વર્ષીયા તનિષા પટેલે સબ જુનિયર ગ્રુપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તનિષાને ૫૦થી વધુ આસન આવડે છે આટલી નાની ઉંમરમાં તેને યોગમાં મહારથ હાસલ કરી લીધી છે. સૌથી અગત્યની વાત આ છે કે માત્ર ત્રણ વર્ષ પહેલાથી જ તે આ યોગના અલગ અલગ આસન શીખવાની શરૂઆત કરી હતી. આટલા ઓછા સમયમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ ખૂબ જ પ્રશંસનીય કહી શકાય.

તનિષા પટેલે જણાવ્યું હતું કે તે હાલમાં જ થાઈલેન્ડ ગઈ હતી અને ત્યાં ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ મળ્યો હતો .તનીષા ને ૫૦થી વધુ આસન આવડે છે.તે પોતે ઈચ્છે છે. કે આવનાર દિવસોમાં પણ આવી જ રીતે ભારતનું પ્રતિનિધિત્વ કરે અને ભારત દેશ માટે ગોલ્ડ મેડલ મેળવે. સાથે તનિષાના પિતા જયેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ ખેડૂત છે.

અને ખેડૂત માટે વિદેશ જવું એ ખૂબ જ મોટી બાબત હોય છે પ્રથમવાર વિદેશ આ માટે ગયો કારણકે મારી દીકરી ત્યાં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની હતી ત્યાં પોતાની દીકરીને ગોલ્ડ મેડલને મેળવતા જોઈ મને ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે અને તેઓ દીકરી ઉપર ગર્વ અનુભવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.