ખેડબ્રહ્મામાં જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતિની ઉજવણી
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં હરણાવ નદી કિનારે આવેલા પરમ પૂજ્ય જલારામ બાપાના મંદિરે આજરોજ પરમ પૂજ્ય જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી
જલારામ જયંતિ મહોત્સવ કમિટી દ્વારા શોભાયાત્રા શ્રીમાન ડાહ્યાભાઈ કેશાભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી લાભ લીધો હતો. તેમના ઘરેથી નીકળી શીતલ ચોક
શ્રી યાદે ચોક સરદાર ચોક થઈને ભરતભાઈ ચૌહાણ અને બંસીલાલ સોની ના ઘરે તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ સાગર ભાઇ પટેલ અને હિતેશભાઈ દીક્ષિત ના ઘરે શોભાયાત્રા ને આરતી પૂજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ. સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ કલાક સુધી મહાપ્રસાદ ચાલુ રહયો હતો.
જલારામ જયંતી મહોત્સવ કમિટીના સભ્યો દિગ્વિજયસિંહ રાઠોડ, લલીતભાઈ સોની, વેણીલાલ સોની, અરવિંદભાઈ ઠક્કર, બાબુભાઈ જે પટેલ, કે.કે. પટેલ, નવનીતભાઈ પટેલ, વિશાલ પૂજારી, બાબુભાઈ ડી પટેલ, અમૃત પેન્ટર, જશુભાઈ પટેલ, ચિરાગ પટેલ નામી અનામી સદસ્યશ્રીઓ જલારામ જન્મ જયંતી મહોત્સવ કમિટીના તમામ સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતાં.
જલારામ બાપાના મંદિર ને રોશની થી શણગારવામાં આવ્યું હતું. અને સુંદર સજાવટ કરવામાં આવી હતી અને ૨૨૫ ની જલારામ જયંતી નિમિત્તે ખેડબ્રહ્મા શહેરના જલારામ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી