Western Times News

Gujarati News

સ્ત્રી-પુરૂષના વિકસિત જનનાંગ ધરાવતી યુવતિનું સફળ ઓપરેશન

પ્રતિકાત્મક

વિસનગર, મહેસાણા જિલ્લાની એક રર વર્ષીય યુવતિને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી જેમાં હોસ્પિટલના તબીબોએ તપાસ કરતાં યુવતિમાં સ્ત્રી અને પુરૂષ બંનેના વિકસિત જનનાંગ જોવા મળ્યાં હતાં.

તબીબોની ટીમે લાખોમાં એકાદ વ્યક્તિમાં જોવા મળતા આ કન્જનાઈટલ એડ્રેડ હાઈપરપ્લેશિયા (સીએએસ) નામના રોગની સારવાર શરૂ કરી હતી જેમાં દર્દીના નિદાન દરમિયાન તેને વધારે પ્રમાણમાં એન્ડ્રોજનના સ્ત્રાવને કારણે અને સ્ત્રી અંતઃસ્ત્રાવોની ખામીને લીધે જનનાંગનો અમુક ભાગ વધુ પ્રમાણમાં વિકાસ પામ્યો હતો.

એમઆરઆઈ રિપોર્ટ થકી દર્દીને ગર્ભાશય અને અંડાશય હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તે દર્દીને એક મહિના માટે પુરુષ અંતઃસ્ત્રાવ ઘટે અને સ્ત્રી અંતઃસ્ત્રાવ વધે તેવી સારવાર આપી અંતઃસ્ત્રાવો નોર્મલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના તજજ્ઞ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. માધુરી અલવાણી, ડો. પંકજ નિમ્બાલકર ડો. હાર્દિક હળવદિયા સહિતની ગાયનેક ટીમ તેમજ પ્લાસ્ટીક સર્જન ડો. કિરીટ પટેલ અને એનેસ્થેસિયા ટીમના સહયોગથી કલીટોરોપ્લાસ્ટી અને વજાઈનોપ્લાસ્ટીનું પ્લાસ્ટિક સર્જરીનું જટિલ ઓપરેશન કરી વિકસીત પુરુષ જનેન્દ્રીય દૂર કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.