22મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની”નું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ
અમદાવાદ : જાહ્ન સ્ટુડિયો ના બેનર હેઠળ બનેલ ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” તેની રિલીઝ ડેટ એનાઉન્સમેન્ટ પછીથી જોરશોરથી ચર્ચામાં છે. ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ અમદાવાદમાં પીવીઆર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની ઘણી જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. Trailer and Music Launch of “The Great Gujarati Matrimony” Set to Release on November 22, 2024
મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ કંઈક અલગ સ્ટોરી લાઈન લઈને આવી રહી છે. દિવ્યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના ડિરેક્ટર પ્રીત છે જેઓ અગાઉ વેનીલા આઇસક્રીમ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર ૧૫થી વધુ વર્ષના અનુભવી મનોજ આહીર છે. સ્ટોરીટેલ ફિલ્મસ ના સહયોગથી આ ફિલ્મનું નિર્માણ કરેલ છે.
મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની ઉપરાંત આ ફિલ્મમાં હિતેન કુમાર, દેવર્ષી શાહ, સુચિતા ત્રિવેદી, તત્સત મુન્શી, જ્હાન્વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ, ચૌલા દોશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ આ ફિલ્મમાં પાથર્યા છે.
ફિલ્મની વાર્તા જ્હાન્વી ચોપડા દ્વારા લિખિત છે અને સિદ્ધાર્થ અમિત ભાવસારનું અત્યંત સુંદર મ્યુઝિક આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે. બોલિવૂડ ફિલ્મો માં બીજીએમ મ્યુઝિક આપનાર અમર મોઈલે દ્વારા આ ફિલ્મને વધુ મ્યુઝિકલ બનાવાઈ છે.
“ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” પ્રેમ, સામાજિક તફાવતો અને ગુજરાતી પરંપરાઓને અંતર્ગત પોતાની જાતને શોધતા ત્રણ પાત્રોની જર્નીની વાત છે. ઇતિશ્રી, એક થિયેટર એક્ટ્રેસ, તેના પિતાની અપેક્ષાઓ અને સામાજિક નિયમો સાથે સંઘર્ષ કરે છે, અને મેટ્રીમોની કંપની દ્રારા તેનો સંપર્ક યુ.કે.ના બેંકર વેદ સાથે થાય છે, રાઘવ મેટ્રીમોની કંપનીના ઓનર છે અને ઇતિશ્રી ના પ્રેમમાં પડે છે.
અને આ વાતથી અજાણ જ્યારે ઇતિ અને વેદ ની સગાઈની તૈયારીઓને મધ્યાંતર, વાર્તા ને નવો જ વળાંક આપતાં અમુક છુપાયેલા રહસ્યો બહાર આવે છે. આ સાથે જ રુસ્તમ કાકા, ઈરાની કાફે ના માલિક અને શાલિની, એક શાસ્ત્રીય નૃત્ય શિક્ષિકાની વાત વાર્તામાં ગહનતા અને નવો દૃષ્ટિકોણ ઉમેરે છે. જે પ્રેમની નવી પરિભાષા સમજાવે છે. અંતે, ઇતિશ્રી ની જર્ની હૃદયસ્પર્શી પુનર્મિલન તરફ દોરી જાય છે, જેમાં સાચા પ્રેમ અને વ્યક્તિગત વિકાસનો અનોખો સંગમ જોવા મળે છે.
ટૂંકમાં કહીએ તો ગુજરાતી સંસ્કૃતિની વાઇબ્રન્ટ પૃષ્ઠભૂમિ પર આધારિત, “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” એ રોમેન્ટિક ડ્રામા છે, જે ઇતિશ્રી, એક મહત્વાકાંક્ષી અભિનેત્રી, ખુશખુશાલ મેટ્રિમોની એજન્સીના માલિક રાઘવ અને યુ.કે. ના ઇન્વેસ્ટમેન્ટ બેંકર વેદના જીવનને એકસાથે વણે છે, જેમાં તેઓ પ્રેમ, સાંસ્કૃતિક સંઘર્ષો અને વ્યક્તિગત વિકાસને નેવિગેટ કરે છે.
જાહ્ન સ્ટૂડિયોનું ધ્યેય છે કે ગુજરાતી કલ્ચર અને ગુજરાતની વાર્તાઓ ને નવા અભિગમમાં રજૂ કરીએ જેથી આવનારી પેઢીઓ સુધી આપણી ભાષા અને ટ્રેડિશન જળવાઈ રહે. ફિલ્મનાં ટ્રેલરને જોતાં, ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી વધારે માલૂમ પડી રહી છે. સિનેમેટ્રોગ્રાફી, કોસ્ચ્યુમ્સ, એસ્થેટિક્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ચોઈસ ઓફ લોકેશન્સ દરેક ફ્રેમને ગ્રાન્ડ બનાવે છે. તો 22મી નવેમ્બરે તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં આવી જજો, ફિલ્મ નિહાળવા!