Western Times News

Gujarati News

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે દેશભરમાં સ્ટ્રોકની જાગૃતતા માટે MS ધોની સાથે હાથ મિલાવ્યા

મુંબઈ/પૂણે, નવેમ્બર, 2024 – એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ક્રિકેટ લિજેન્ડ એમએસ ધોની સાથે મળીને સ્ટ્રોક નિવારવા અંગે એક જાહેર જાગૃતતા અભિયાનના પ્રારંભની જાહેરાત કરી હતી. આ પહેલ હેઠળ એમક્યોર અને ધોની એક વીડિયો દ્વારા સ્ટ્રોકના લક્ષણો અંગે જાગૃત થવા અને  સ્ટ્રોકને ઓળખવા માટે તથા તેના અંગે જાગૃતિ ફેલાવવા માટે કમસે કમ એક વ્યક્તિને શિક્ષિત કરવા માટે દરેકને અપીલ કરે છે.

ભારતમાં હાથ ધરાયેલા એપિડેમિઓલોજી અભ્યાસ મુજબ દર વર્ષે 1.8 મિલિયનથી વધુ લોકો સ્ટ્રોકથી પીડાય છે જે મૃત્યુ અને વિકલાંગતા માટેનું મોટું કારણ છે. આથી, એમક્યોરે લોકોના જીવન બચાવવા અને અનેક લોકો માટે પરિણામોમાં સુધારો કરવા માટે બ્રેઇન સ્ટ્રોક, તેના લક્ષણો તથા સમયસર હસ્તક્ષેપના મહત્વની સમજ અંગે જાગૃતતા ફેલાવવામાં પોતે પહેલ આદરી છે. મેદાન પર પોતાની તીવ્ર સમજદારી માટે જાણીતા ભૂતપૂર્વ અને અનેક વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એમએસ ધોની સ્ટ્રોકના મહત્વના લક્ષણો અંગે તથા જ્યારે લક્ષણો જોવા મળે ત્યારે ઝડપી, નિર્ણયાત્મક પગલાં લેવા અંગે દેશને શિક્ષિત કરવામાં મદદ કરશે.

કેમ્પેઇનના કેન્દ્રમાં “BEFAST” (1) અભિગમ છે જે એક સરળ, યાદ રહી જાય તેવી યાદી છે જે સ્ટ્રોકના મહત્વના લક્ષણો રજૂ કરે છે જેથી લોકોને ઓળખવામાં અને ઝડપથી તે દિશામાં પગલા લેવા માટે સરળ પડે.

  • B એટલે Balance (સંતુલન) ચૂકી જવું,
  • E એટલે એકાએક Eyesight (આંખની દ્રષ્ટિ) બદલાવી,
  • F એટલે Face (ચહેરો) નંખાઈ જવો,
  • A એટલે Arm (હાથ) નબળો પડવો,
  • S એટલે Speech (બોલવામાં) તકલીફ પડવી, અને
  • T એટલે કોઈપણ જાતના વિલંબ વિના ઇમર્જન્સી મેડિકલ સર્વિસને બોલાવવાનો Time (ટાઈમ)

ધોની સમજાવે છે કે જેમ ક્રિકેટ મેચમાં દરેક સેકન્ડ મહત્વની હોય છે તેમ આ લક્ષણોને ઓળખવા અને ઇમર્જન્સી મેડિકલ સપોર્ટને બોલાવીને તાત્કાલિક પગલાં લેવાથી રિકવરી અને આખરી પરિણામ વચ્ચે મહત્વનો તફાવત બની શકે છે.

આ પહેલ અંગે પૂણેના કન્સલ્ટિંગ ન્યૂરોલોજીસ્ટ ડો. એન. ઇચ્છાપોરિયાએ જણાવ્યું હતું કે “સ્ટ્રોક આવે ત્યારે એક સેકન્ડ પણ ગુમાવવામાં આવે એટલે મગજના 1.9 મિલિયન કોષો નાશ પામે છે. સક્ષમ હોય તેવા સ્ટ્રોક સેન્ટરમાં તાત્કાલિક સારવારથી પરિણામોમાં નોંધપાત્ર સુધારો આવી શકે છે. ભારતમાં સ્ટ્રોકના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે લોકોને વહેલા ઓળખ અને હસ્તક્ષેપના મહત્વ અંગે જાગૃત કરવામાં તાકિદના પગલાં લેવા ખૂબ જરૂરી છે. અમે BEFAST મેથડનો ઉપયોગ કરીને તાત્કાલિક પગલાં લેવાના મહત્વ પર ભાર મૂકીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.