ગુજરાતમાં વોડાફોન આઇડિયાનાં ગ્રાહકો માટે ઉત્તરાયણ બોનાન્ઝા
અમદાવાદ, ગુજરાતનો સૌથી વધુ લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ આવી ગયો છે, ત્યારે રાજ્યમાં વોડાફોન આઇડિયા એનાં ગ્રાહકોનો તહેવારનો મૂડ અને ઉત્સાહ વધારવાની રોમાંચક તકો ઝડપવા આતુર હોઈ શકે છે. અગ્રણી મોબાઇલ ઓપરેટરે ડિજિટલ પ્લેટફોર્મ અને ઓન-ગ્રાઉન્ડ એમ બંને પર વિશિષ્ટ ઓફરની રેન્જ પ્રસ્તુત કરી છે, જે એના ગ્રાહકોને આ આનંદદાયક તહેવારની ઉજવણી કરવા સક્ષમ બનાવે છે.
ડિજિટલ ઉત્સાહી ગ્રાહકો માટે વોડાફોન આઇડિયાએ બે રોમાંચક કાઇટ-ફ્લાઇંગ ગેમ્સ બનાવી છે, જે એના ગ્રાહકો ફેસબુક પર રમી શકે છે. વાસ્તવમાં પતંગ ચગાવવા જેવો અનુભવ આપતી આ બંને ગેમ વોડાફોન ગેમર્સને તેમની પતંગો ઊંચે ચગાવવાની તક આપશે અને અન્ય એક ગેમમાં આઇડિયાનાં યુઝર્સ પતંગ કાપીને આનંદ થશે.
વોડાફોન અને આઇડિયાનાં ગેમર્સ સોશિયલ મીડિયા પર તેમના સ્કોર વહેંચીને તેમના ગ્રૂપમાં ધ્યાન આકર્ષિત કરી શકે છે. ગેમર્સ ડિજિટલ કાઇટ ગેમ રમવા અને તેમનાથી વધારે સ્કોર કરવા વોડાફોન કે આઇડિયા ગ્રાહકો હોય એવા તેમનાં પરિવારજનો અને મિત્રોને પણ ઇનવાઇટ કરી શકે છે.
આ તહેવારની ઉજવણી દરમિયાન કોઈ પણ બ્રાન્ડ રેટિલ આઉટલેટ પર પ્રીપેઇડમાંથી પોસ્ટપેઇડમાં અપગ્રેડ થયેલા વોડાફોન આઇડિયાના ગ્રાહકો અને વોડાફોન રેડ એક્સ અથવા આઇડિયા નિર્વાણ પ્લાનમાં અપગ્રેડ થયેલા પોસ્ટપેઇડ ગ્રાહકોને આ પ્રકારનાં દરેક વ્યવહાર પર કોમ્પ્લિમેન્ટરી પતંગો મળશે. આ ઓફર આખા ગુજરાતમાં વોડાફોન અને આઇડિયાનાં તમામ સ્ટોર પર ઉપલબ્ધ છે.
ઉપરાંત અનલિમિટેડ રિચાર્જ હાથ ધરનાર વોડાફોન આઇડિયાનાં ગ્રાહકો ફ્રી માંઝા મેળવવાને પાત્ર બનશે. ઉદાહરણ તરીકે, કોઈ ગ્રાહક 28 દિવસ ( 1 મહિના) માટે કે 84 દિવસ (3 મહિના) માટે રિચાર્જ કરાવશે, તો તેમને તેઓ 1 મિનિટ કે 3 મિનિટમાં અનરીલ કરી શકે એટલા માંઝા સાથે ફિરકી મળશે. આ સુવિધા દરેક શહેરમાં એક મુખ્ય મોલમાં ઉપલબ્ધ છે, જેમ કે અમદાવાદમાં સેન્ટ્રલ મોલમાં, બરોડામાં સેન્ટ્રલ સ્ક્વેયર જેન્ડા સર્કલમાં, સુરતમાં રાહુલરાજ મોલ, ડુમ્માસ રોડમાં, રાજકોટમાં ક્રિસ્ટલ મોલ, કાલાવાડ રોડમાં, ભાવનગરમાં હિમાલયા મોલ, વિદ્યાનગરમાં, મહેસાણામાં ઓશિયા સુપરમાર્કેટ, બાયપાસ રોડમાં.
ગુજરાતનાં તમામ નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવતાં વોડાફોન આઇડિયા લિમિટેડનાં ગુજરાતનાં બિઝનેસ હેડ અભિજિત કિશોરે કહ્યું હતું કે, “રથયાત્રા હોય, અંબાજીનો મેળો હોય કે ઉત્તરાયણ હોય – ગુજરાતનું સૌથી મોટું ટેલીકોમ નેટવર્ક વોડાફોન આઇડિયા હંમેશા અમારા કિંમતી ગ્રાહકો માટે દરેક પ્રસંગની ઉજવણી કરવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઇનોવેટિવ રીતો પ્રસ્તુત કરે છે. પતંગ ચગાવવી અને ઉત્તરાયણ એકબીજાનો પર્યાય છે અને અમારી વિશિષ્ટ ઓનલાઇન ગેમ હકીકતમાં પતંગ ચગાવવા જેવો રોમાંચ ડિજિટલ માધ્યમમાં આપે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. મને આશા છે કે, વોડાફોનનાં તમામ ગ્રાહકો આ મનોરંજક ગેમમાં સામેલ થઈ તેમની ઉજવણીનો ઉત્સાહ વધારશે તથા તમામ અપગ્રેડ અને રિચાર્જ માટે રિવોર્ડ આપશે.”