‘પુષ્પા ૨’ સાથે ક્લેશ ટાળવા ‘છાવા’ની રિલીઝ ડેટ બદલાશે
‘પુષ્પા ૨’ ૫ ડિસેમ્બરે રિલીઝ થશે, જ્યારે ‘છાવા’ પોસ્ટપોન થશે
છાવામાં વિકી કૌશલ મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજીના રોલમાં જોવા મળશે, આ ફિલ્મના ટીઝરના પણ ઘણા વખાણ થયા છે
મુંબઈ,વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ અને અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ બંને ફિલ્મો એવી છે, જેની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય. આ બંને ફિલ્મો એક જ સાથે ડિસેમ્બરમાં રિલીઝ થવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે ડિરેક્ટર સુકુમારની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ સાથેની ટક્કર ટાળવા માટે વિકી કૌશલની ‘છાવા’ની રિલીઝ ડેટ બદલી હોવાના અહેવાલો છે. આ અહેવાલો મુજબ ‘છાવા’ના મેકર્સે બીજી કોઈ તારીખ પસંદ કરવાનો નિર્ણય લીધો છે.
એક સૂત્રના જણાવ્યા અનુસાર, “છાવા એક બહુ મહત્વાકાંક્ષી ફિલ્મ છે, તેમાં અનેક લોકોના પૈસા અને સમય રોકાયેલા છે, પ્રોડક્શન હાઉસ, ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરક અને વિકી કૌશલ. ત્યારે ફિલ્મને પાછી ઠેલવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો.”તો અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, છાવાના ફિલ્મ મેકર્સ હવે તેમની ફિલ્મ વહેલી રિલીઝ કરવા વિચારે છે, પોસ્ટપોન્ડ કરવાનું નહીં. જોકે, આ અંગે હજુ કોઈ ઓફિશીયલ માહિતી આપવામાં આવી નથી. ઇન્ડસ્ટ્રીના ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે આ ધારણાઓ અને વિકલ્પની સરાહના પણ કરી હતી.
તેમના મતે પુષ્પામાં બધી જ ભાષાઓમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે. સાથે છાવા પણ એક મહત્વાકાંક્ષી અને મોટી ફિલ્મ છે. આટલા પૈસા રોકીને બનેલી ફિલ્મના ધંધાને ક્લેશને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.છાવામાં વિકી કૌશલ મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના ટીઝરના પણ ઘણા વખાણ થયા છે.
આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબના રોલમાં જોવા મળશે. તે ઉપરાંત રશ્મિકા મંદાના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, નિલ ભોપાલમ અને સંતોષ જુવેકર પણ મહત્વના રોલમાં જોવા મળશે. મેડોક ફિલ્મ્સના દિનેશ વિજાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.પુષ્પા હવે ૬ના બદલે ૫ ડિસેમ્બરે રિલીઝ થશે. જેમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા અને ફહાદ ફાઝિલ પણ મહત્વના રોલમાં હશે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને બંગાળીમાં રિલીઝ થશે.ss1