AMCએ લૂ લુ ઇન્ટરનેશનલને પ્લોટ વેચાણ કરતા પાણીની લાઈનો શીફ્ટ કરવામાં આવશે
ઝુંડાલથી તપોવન બાજુ જતાં ટોલ બૂથ પછી સરદાર પટેલ રીંગ રોડ પુશીંગ કરાશે
(દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ટી.પી. સ્કીમ નં.૭૬/બી(ચાંદખેડા) ના ફા.પ્લોટ નં. ૩૮૧+૩૮૨+૩૮૩+૩૯૧+૩૯૬, ક્ષેત્રફળ-૬૬૧૬૮.૦૦ ચો.મી., હેતુ- સેલ ફોર કોમર્શિયલ વાળા પ્લોટને “લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઈવેટ લિમિટેડ”ને વેચાણ આપવામાં આવ્યો છે.
જેના કારણે આ પ્લોટમાં ઔડા ઘ્વારા જે તે સમયે ટી.પી. સ્કીમ પ્રિલીમનરી મંજૂર થઈ તે પહેલા નાખવામાં આવેલી પાણીની લાઈનો શીફ્ટ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરજ પડી છે.
અમદાવાદ મહાનગર પાલીકામાં ચાંદખેડા મોટેરા વિસ્તારનો સમાવેશ કર્યા અગાઉ ચાંદખેડા મોટેરા વિસ્તાર વિસ્તારમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુધ્ધ પાણી પુરું પાડવા માટે ઔડા દ્વારા વર્ષ ૨૦૦૩-૦૪ માં વૈષ્ણવ દેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગ રોડ સમાંતર ૧૬૦૦ મીમી વ્યાસની ટ્રંક મેઇન્સ લાઇન નાંખવામાં આવી હતી.
જેને ઝુંડાલથી તપોવન બાજુ જતાં ટોલ બૂથ પછી સરદાર પટેલ રીંગ રોડ પુશીંગ કરી જે તે સમયે સદર વિસ્તારમાં ટી.પી. સ્કીમ અમલમાં ન હોઈ નેળીયા રોડ પર લાઈન નાંખી મોટેરા ગામ સુધી લાઈન નાંખી હતી. જેમાંથી ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં પાણી પુરું પાડવામાં આવે છે.
અમદાવાદ મહાનગર પાલીકામાં આ વિસ્તાર નો સમાવેશ કરતાં ઔડા દ્વારા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પ્લાન્ટની સંલગ્ન ટૂંક મેઇન્સ લાઈનો અમદાવાદ મહાનગર પાલિકાને સુપ્રત કરવામાં આવી હતી.
ત્યારબાદ ચાંદખેડા વિસ્તારમાં અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા ટી.પી. સ્કીમની અમલવારી થઈ હતી. અને ટી.પી. સ્કીમ નં.૭૬/બી (ચાંદખેડા) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં પરિપત્ર ક્રમાંક નં. GH/V/139 of 2024/UDUHD/TPS/E-FILE/18/2024/
જેમાં પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સ્કીમ અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં જે તે સમયે રીંગરોડ પુશીંગ કરી મોટેરા તરફ નાખવામાં આવેલ આશરે ૮૦૦ મીટર લાઈન ખાનગી માલીકીના ફાઈનલ પ્લોટમાંથી પસાર થતી હતી જેનો હેતુ સેલ ફોર કોર્મશીયલનો હતો.ટી.પી.સ્કીમ અંતર્ગત આ પ્લોટ કોર્પોરેશનને મળ્યો છે.
તેથી અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા આ પ્લોટનું વેચાણ એક મહિના અગાઉ “લૂ લૂ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઈવેટ લિમિટેડ”ને કરવામાં આવ્યું છે. જેથી પશ્ચિમઝોન એસ્ટેટ ખાતા દ્વારા ખાનગી માલિકીના પ્લોટમાંથી પસાર થતી લાઈન તાકીદે શીફટ કરવા વોટર વિભાગ ને જાણ કરી હતી..
પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ ના પત્રને ધ્યાનમાં લઈ ઈજનેર વિભાગે ટી.પી. સ્કીમ નં.૭૬/બી નાં ખાનગી પ્લોટમાંથી પસાર થતી લાઈનને ખાનગી પ્લોટના માલિક દ્વારા તેની વિકાસ કામગીરી દરમ્યાન નુકશાન થાય અને પાણી જેવી આવશ્યક સેવાને અસર થાય તેમ હોઇ ખાનગી પ્લોટમાંથી પસાર થતી લાઈનને તાકીદે ટી.પી. રસ્તા પર શીફટ કરવા કાર્યવાહી શરૂ કરી છે.
ઈજનેર વોટર પ્રોજેકટ ખાતામાં હાલમાં જાસપુરથી કે.ડી. હોસ્પિટલ સુધી ૨૫૦૦ મીમી વ્યાસની લાઈન નાંખવાના કામનું ટેન્ડર અમલમાં હતું જેમાં લાઈન નાંખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ટી.પી. સ્કીમ નં.૭૯/બી નાં ખાનગી પ્લોટમાંથી પસાર થતી લાઈન તાકીદે શીફટ કરવી જરૂરી બને છે.
જેથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રીલીમીનરી ફાયનલ ટી.પી. સ્કીમનં – ૭૬/બી (ચાંદખેડા)મુજબ ખાનગી માલીકીના ફા.પ્લોટમાંથી પસાર થતી હોઈ સદર ૧૬૦૦ મી.મી. વ્યાસની નર્મદાની મુખ્ય ટ્રન્ક મેઇન શીફટીંગ કરવા વૈકલ્પીક વ્યવસ્થા કરવા સરદાર પટેલ રીંગરોડ સમાન્તર સર્વિસ રોડ પર તથા ૩૦ મીટરનાં ટી.પી. રોડ પર આશરે ૮૦૦ મીટર જેટલી ૧૬૦૦ મી.મી. વ્યાસની પાઈપ લાઈન નાખવામાં આવશે.
આ કામગીરી માટે આશરે રૂા. ૫,૨૯,૫૪,૬૯૪.૫૬ પૈસા જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ સ્થિતિ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં પણ જોવા મળે છે. સ્ટેડિયમમાં થી પાણીની લાઇન પસાર થઈ રહી છે જેના કારણે સ્ટેડિયમમાં વિના મૂલ્યે પાણી સપ્લાય કરવામાં આવે છે.