વિક્રાંત મેસ્સીને ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે ધમકીઓ મળી
૨૦૦૨ના ગોધરા કાંડ અને રમખાણો પર આધારિત છે ફિલ્મ
આ થ્રિલર ફિલ્મમાં વિક્રાંત મેસ્સી એક એવા પત્રકારના રોલમાં છે, જે આ ઘટનાની તપાસ કરી રહ્યો છે
મુંબઈ,વિક્રાંત મેસ્સીની ‘ધ સાબરમતી રિપોર્ટ’ અંતે ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, આ ફિલ્મ ૨૦૦૨ના ગોધરાકાંડ અને ત્યાર પછીના રમખાણો પર આધારીત છે, જે બિલકુલ સત્ય ઘટનાઓ અને માહિતી પર આધારીત છે. આ ફિલ્મ માટે વિક્રાંત મેસ્સીને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી છે. આ ફિલ્મમાં વિક્રાંત એક સ્થાનિક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. આ થ્રિલર ફિલ્મમાં વિક્રાંત મેસ્સી એક એવા પત્રકારના રોલમાં છે, જે આ ઘટનાની તપાસ કરી રહ્યો છે. આ અંગે ફિલ્મના ડિરેક્ટર ધીરજ સરણાએ કહ્યું હતું કે આ ફિલ્મ એક બિલકુલ સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત ફિલ્મ છે.
એકતા કપુર આ ફિલ્મની પ્રોડ્યુસર છે. આ ફિલ્મમાં વિક્રાંતની સાથે રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં જોવા મળશે.આ ફિલ્મના ટ્રેલર લોંચ વખતે ઇન્ટરવ્યુમાં પોતાને મળતી ધમકીઓ અંગે વિક્રાંત મેસ્સીએ જણાવ્યું,“મને ધમકીઓ મળી રહી છે. તેના તરફ ધ્યાન આપ્યા વિના હું અને અમે એક ટીમ તરીકે તેનો સામનો કરી રહ્યા છીએ.”ગુજરાતના રમખાણો અંગેના પ્રશ્નના જવાબમાં વિક્રાંતે કહ્યું,“પરંતુ અમે કલાકારો છીએ અને અમે લોકોને વાર્તાઓ કહીએ છીએ. આ ફિલ્મ બિલકુલ સત્ય પર આધારીત ફિલ્મ છે.
કમનસીબે તમે ફિલ્મ જોઈ નથી તેથી તમે આ અંગે એવી કોઈ પૂર્વધારણા ન બાંધી શકો કે આ ફિલ્મ માત્ર એક તરફી દૃષ્ટિકોથી જ બની હશે.”વિક્રાંતે આગળ કહ્યું,“આ ફિલ્મમાં જે પણ દર્શાવાયું છે, એ દરેક ઘટના સાથે હું મારી જાતને જોડી શકું છું, આપણે અખબાર વાંચીએ છીએ અને ભુલી જઈએ છીએ. પરંતુ આ મારા મનમાં જડાઈ ગયું છે. આ આપણું ૯/૧૧ હતું, જેણે આપણી સામાજિક-રકાજકીય સ્થિતિને રાતોરાત બદલી નાંખી.”આ ઘટના જટિલ છે અને એટલે જ તેની વાર્તા પણ જટિલ છે. આ અંગે એકતા કપુરે કહ્યું હતું, “આ માત્ર એક દૃષ્ટિકોણ નથી, પણ પહેલો દૃષ્ટિકોણ છે. આમ અમે પહેલી દૃષ્ટિએ જે જાણવા મળ્યું તે કોઈ જ માહિતી છુપાવ્યા વિના કહેવાની કોશિશ કરી રહ્યા છીએ.
કમનસીબે, આ દૃષ્ટિકોણ કે આ બધું કઈ રીતે શરુ થયું, તેની ખાસ કોઈ નોંધ લેવાઈ નથી. એક વાર્તા કહીએ તેનો મતલબ એવો નથી કે બીજા કોઈને ઓછું મહત્વ આપીએ છીએ.”આ ફિલ્મની વાર્તા અંગે વાત કરતાં એકતા કપુરે જણાવ્યું,“હિન્દુ હોવુ મતલબ બિનસાંપ્રદાયિક હોવું. હું હિન્દુ છું એટલે હું બીજા કોઈ ધર્મ વિશે કોઈ નિવેદન કરીશ એવું ક્યારેય કરીશ નહીં. મને દરેક ધર્મ પ્રત્યે પ્રેમ છે. તમે ફિલ્મ જોવાની જરૂર છે. સાથે જ હું કોઈ ધર્મનું નામ લીધા વિના કે કેને નુકસાન પહોંચાડ્યા વિના જે ગુનેગાર છે તેનું નામ પણ લઇશ જ. એ જ એક વાર્તા કહેનારની ખરાઈ છે.” સાથે એકતાએ કોઈ પણ રાજકીય પક્ષ સાથે આ અંગે વાત ન કરી હોવાની અને કોઈનો સહકાર ન લીધો હોવાની પણ વાત કરી હતી.ss1