Western Times News

Gujarati News

પોલીસ સ્ટેશન સળગાવવા આવેલા કુકી ઉગ્રવાદીઓ પાસેથી 3 AK47, એક રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ, દારૂગોળો જપ્ત કરાયો

મણીપુરમાં ૧૦ કુકી ઉગ્રવાદી ઠારઃ CRPFની મોટી કાર્યવાહી

(એજન્સી)મણીપુર, મણીપુરમાં સુરક્ષાદળોએ સોમવારે એક મોટુ ઓપરેશન હાથ ધરી ઓછામાં ઓછા ૧૦ હથિયારધારી કુકી ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. આ ઉગ્રવાદીઓ જીરીબામ જિલ્લાના બોરો બેકરામાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે લગભગ ૩.૩૦ વાગ્યે, કુકી ઉગ્રવાદીઓએ જીરીબામના બોરોબેકરામાં ઝ્રઇઁહ્લ કેમ્પ પર હુમલો કર્યો હતો. CRPF camp was attacked in Jiribam by the militants; ’10 bodies recovered,’ post the retaliation.

કુકી ઉગ્રવાદીઓના હુમલાનો જવાબ આપતાં સીઆરપીએફએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ૧૦ કુકી ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતાં. આ ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા કુકી ઉગ્રવાદીઓ પાસેથી ૪ સેલ્ફ લોડેડ રાઈફલ, ૩ છદ્ભ-૪૭, એક રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ અને અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. કુકી-હમર સમુદાયના સશસ્ત્ર ઉગ્રવાદીઓએ કેટલાક ઘરોને આગ લગાડી અને જિરીબામ જિલ્લાના બોરોબેકરા પોલીસ સ્ટેશન પર બપોરે ૨ઃ૩૦ વાગ્યે હુમલો કર્યો અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

સંબંધિત ઘટનામાં, બોરોબેકરા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના જકુરાધોર ખાતે મૈતેઈ સમુદાયના ત્રણથી ચાર ખાલી મકાનોને અજાણ્યા તત્વોએ આગ ચાંપી દીધી હતી. તેઓ પણ કુકી-હમર સમુદાયના હોવાની શંકા છે. જકુરાધોર કરોંગ બોરોબેકરા પોલીસ સ્ટેશનથી લગભગ ૧૦૦ મીટરના અંતરે આવેલું છે.

સીઆરપીએફ, અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતાં. જેમની સામે જ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ઘરોને આ કુકી ઉગ્રવાદીઓએ આગ ચાંપી દીધી હતી. સુરક્ષા દળ નિઃસહાયની જેમ મૂક દર્શક તરીકે જોતુ રહ્યું. જો કે, જ્યારે તેઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો ત્યારે તેઓએ જવાબી કાર્યવાહી કરી અને જેમાં ૧૦ ઉગ્રવાદીઓને ઠાર માર્યા.

શનિવારે (૯ નવેમ્બર ૨૦૨૪) અન્ય એક ઘટનામાં, ૩૪ વર્ષીય મહિલા ખેડૂતને ખેતરોમાં કામ કરતી વખતે ગોળી વાગી હતી. આ હુમલો ચુરાચંદપુર જિલ્લાના પહાડી વિસ્તારોમાં થયો હતો. આ હુમલાથી વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. રવિવારના રોજ, સનાસબી, સાબુન્ખોક ખુન્નાઉ અને થમનાપોકપી વિસ્તારોમાં સમાન હુમલાઓ કરવામાં આવ્યા હતા.

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી ચાલી રહેલી જ્ઞાતિ હિંસાને કારણે ૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો તેમના ઘરોમાંથી બેઘર થયા છે. આ હિંસા ઈમ્ફાલ ખીણના મેઈતી સમુદાય અને આસપાસના પહાડી વિસ્તારોમાં વસેલા કુકી સમુદાય વચ્ચે થઈ રહી છે. મણિપુરમાં હિંસાનો ઈતિહાસ વંશીય અને રાજકીય સંઘર્ષો સાથે જોડાયેલો છે. રાજ્યમાં કુકી, નાગા અને મીતેઈ સમુદાયો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે.

મણિપુરનો મુદ્દો સ્વતંત્રતા, ઓળખ અને સ્વ-શાસનના અધિકારો સાથે પણ જોડાયેલો છે. ૧૯૯૦ ના દાયકાથી, મણિપુરમાં તેમની સંબંધિત વંશીય ઓળખને સુરક્ષિત રાખવા અને રાજ્યમાંથી અલગ થવાની માંગ કરવાના ઉદ્દેશ્ય સાથે ઘણા આતંકવાદી સંગઠનો ઉભરી આવ્યા છે. પરિણામે, અવારનવાર હિંસા, ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી થઈ રહી છે. જે રાજ્યના સામાજિક અને રાજકીય વાતાવરણમાં અસ્થિરતા તરફ દોરી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.