Western Times News

Gujarati News

ટ્રમ્પ અનેક કાનૂની પડકારો અને વૈશ્વિક પડકારો અને સુપ્રિમ કોર્ટની લટકતી તલવારનો સામનો કઈ રીતે કરશે ?!

USAમાં મહિલાઓ એજ મહિલાને અમેરિકાના પ્રમુખ બનતા કેમ અટકાવ્યા ?! અને જો. બાઈડેન કેલિફોર્નિયાનાં પપ મતો મેળવેલા ત્યાં જ કમલા હેરિસનો નબળો દેખાવ 

અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ અનેક કાનૂની પડકારો અને વૈશ્વિક પડકારો અને સુપ્રિમ કોર્ટની લટકતી તલવારનો સામનો કઈ રીતે કરશે ?!

તસ્વીર ડાબી બાજુથી વ્હાઈટ હાઉસની છે ! તેમાં બેસીને અમેરિકાનું સુકાન ડોનાલ્ડ ટ્રમ્પ સંભાળશે ! બીજી તસ્વીર ભારતના વડાપ્રધાન અને ડોનાલ્ડ ટ્રમ્પની છે ! જે ફરી ટ્રમ્પ અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની દોસ્તી રંગ લાવશે અને ટ્રમ્પ ફરી ભારતની મુલાકાતે આવશે ! પરંતુ ટ્રમ્પનો જીદ્દી સ્વભાવ અને આક્રમક તેવર ભારત સાથે પહેલા જેવા સબંધો રાખશે ?! ત્રીજી તસ્વીર અમેરિકાની સુપ્રિમ કોર્ટની છે !

અમેરિકાની સુપ્રિમ કોર્ટ સંપૂર્ણ સ્વતંત્ર છે અને અદાલતી સમીક્ષા કરવાનો સુપ્રિમ કોર્ટને બંધારણીય અધિકાર છે ! ડોનાલ્ડ ટ્રમ્પ સામે અનેક કેસોછે ! ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સામેના કેટલાક ગંભીર પ્રકારના કેસોનો સામનો કરી રહ્યા છે ! ૨૬ મી નવેમ્બરે વિવાદાસ્પદ કેસનો ચૂકાદો આવશે તેના પણ સૌની મીટ છે !

ડોનાલ્ડ ટ્રમ્પને જાતિય હુમલા કેસમાં ૫૦ લાખ ડોલરનો દંડ મેનહટ્ટનની અદાલતે ટ્રમ્પને પોર્નસ્ટાર સ્ટોમી ડેનિયલ વાત છુપાવવાના બદલામાં લાંચ આપવાના કેસમાં દોષિત ઠરાવેલ છે ! અને ભૂતકાળમાં કોર્ટે પ્રમુખ રીચાર્ડ નિકસનને દોષિત ઠરાવ્યા હતાં ! ને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું ત્યારે હવે શું થશે ?! તે અમેરિકાની સુપ્રિમ કોર્ટ નકકી કરશે કે શું ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

“જીવનમાં પ્રથમ કક્ષાની સફળતા ન મળે પણ છેલ્લા નંબરે ન આવવું” – શ્યામલા ગોપાલન !!

અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસની માતા શ્યામલા ગોપાલને કહ્યું હતું કે, ‘તું ભલે જીવનમાં પ્રથમ કક્ષાની સફળતા ન મેળવે પણ છેલ્લા નંબરે તો ન જ આવવું જોઈએ’!! જયારે અમેરિકાના વિખ્યાત પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, ‘તમે મને એ ના પુછો કે અમે અમેરિકા માટે શું કરીશું તમે મને એ પુછો કે તમે ને હું માનવ જાતના સ્વાતંત્ર્ય માટે શું કરીશું’!!

અમેરિકામાં પ્રમુખ અબ્રાહમ લિંકન, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, એડલાઈ ઈ સ્ટીવનસન, થોમસ જેફરસન, બીન્જામીન ફ્રેન્કલીન, જયોર્જ વોશિંગ્ટન જેવા અનેક પ્રમુખો થઈ ગયા જેમણે લોકશાહીનું નેતૃત્વ કરતા દેશ તરીકે અમેરિકન રાષ્ટ્રની ગરિમા વધારી છે ! વર્ષ ૨૦૨૪ ની અમેરિકન પ્રમુખની ચૂંટણી એ લાકશાહી મૂલ્યો માટે અને રાષ્ટ્રવાદ વચ્ચેના સિધ્ધાંત માટે લડાઈ જેમાં પ્રમુખ પદના મહિલા ઉમેદવાર કમલા હેરિસ હારી ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ઐતિહાસિક જીત ગણાવાઈ !

કહેવાય છે કે, અમેરિકાના પ્રમુખ રીચાર્ડ નિકસન અને ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવનારા પ્રમુખો છે ! છતાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા માટે અમેરિકાના રાજકારણની બદલાયેલી તાસીર વચ્ચેની નોંધનીય જીત છે ! ત્યારે હવે અમેરિકાના લોકશાહી મૂલ્યોને બંધક બનાવનારા પ્રમુખ તરીકે તેમની જીતનું પરિણામ જે આવ્યું, તે પણ અમેરિકાનું ભવિષ્ય શું હશે ?! એ સવાલો પણ સાથે પુછાઈ રહ્યા છે !!

અમેરિકાની વર્ષ ૨૦૨૪ની પ્રમુખ પદની ચૂંટણી પર અમેરિકાના ૪૭ માં પ્રમુખ તરીકે મળેલી જીત તેમની સામે ચાલી રહેલા ૩૪ જેટલા કેસો ભવિષ્યમાં તેમના કામોમાં રૂકાવટ બનશે કે પછી કાનૂની પડકારો વચ્ચે અમેરિકાના મિડીયા અને સુપ્રિમ કોર્ટની ભૂમિકા શું રહેશે ?!

ગ્રીક ફિલસુફ અને વૈજ્ઞાનિક એરીસ્ટોટલે કહ્યું છે કે, ‘સારા વ્યક્તિ હોવું અને સારા નાગરિક હોવું એ દર વખતે એક જ બાબત નથી હોતી’!! અમેરિકાના પ્રમુખ પદ ઉપર ૪૭ માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ઐતિહાસિક જીત અનેક રીતે ઐતિહાસિક છે !! અમેરિકાના અત્યંત વિવાદાસ્પદ પ્રમુખ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સામે જેટલા કેસોનો સામનો કરી રહ્યા છે ! જેમાં તેમની સામેના ૭ ગંભીર ગુન્હા માનવામાં આવે છે ! તેમની સામે ગેરકાયદેસર ગુપ્ત દસ્તાવેજો રાખવાના આક્ષેપો છે !

બીજી તરફ ડેનિયલ નામની એડલ્ટ ફિસ્મ સ્ટાર સાથેના સબંધો છુપાવવા માટે ચૂકવેલી ૧.૩૦ લાખ ડોલરની રકમને લીગલ ફી તરીકે દર્શાવી ફ્રોડ કર્યાના કેસમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થઈ હતી ?! ધ ન્યુયોર્ક ટાઈમ્સ અને ત્રણ પત્રકારો સામે ખોટો કાનૂની દાવો સામે ચાર લાખ ડોલરની કાનૂની ફી ચૂમવવા કોર્ટેે આદેશ કર્યાે હતો !

હવે તેઓ પ્રમુખ બન્યા છે માટે બધા કેસો સ્થગિત કરાશે કે રદ કરાશે ?! શું થશે ?! આ વિવાદ વચ્ચે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રીચાર્ડ નિકસનને પ્રમુખ પદ ઉપર રહી કરેલા વોટરગેટ કૌભાંડ કેસમાં નિકસનને કોર્ટે સજા કરી હતી. પરંતુ પાછળથી અમેરિકાના પ્રમુખ જેરાલ્ડ ફ્રોડે અપરાધીને માફી આપવાની સત્તાની રૂઈએ રીચાર્ડ નીકસનને માફી આપી હતી ! પરંતુ દોષારોપને લગતા કેસમાં પ્રમુખ આ કાનૂનીની સત્તાનો ઉપયોગ કરી શકતા નથી ! ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા પછી પણ ઘર આગળના કેસોમાં પડકારોનો સામનો કરવાનો થશે !

આ ઉપરાંત વૈશ્વિક યુદ્ધો વચ્ચે અમેરિકાની ભૂમિકા શું હશે ?! તેનો પડકાર છે ! યુક્રેન યુદ્ધ અટકાવાશે ?! લોકશાહી યુક્રેનની સાથે અમેરિકા ઉભું રહેશે ?! હમાસના મુદ્દે ઈઝરાઈલ સાથે ટ્રમ્પની ભૂમિકા અમેરિકાની પ્રતિષ્ઠા નકકી કરશે ! રાષ્ટ્રવાદનું વચન આપી બહારના ધુસપેટીયોને કાઢવા અને અમેરિકાના યુવાનોને પ્રથમ નોકરી આપવાના વાયદાઓ કરી ચૂંટાયેલા ટ્રમ્પ આ મુદ્દે લીધેલું સ્ટેન્ડ તે ચાલું રાખશે ?

કારણ કે અમેરિકાની ઘણી ઉંચી જગ્યાઓ પર ભારતીય કૂળના બુÂધ્ધજીવી પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ! ત્યારે તેમને ત્યાંથી ખસેડવાની હિંમત ટ્રમ્પ કરી શકે તેમ નથી ! આવા સંજોગોમાં સરમુખત્યારશાહી જેવું નેતૃત્વ કરવા ટેવાયલા પ્રમુખ ટ્રમ્પ કેટલો સમય ટકી શકશે ?! અમેરિકામાં વિરોધ પક્ષ કયારેય નબળો હોતો નથી ! અને દેશની અદાલતો કયારેય હોદ્દાથી પ્રભાવિત થતી નથી ! ત્યારે વર્ષ ૨૦૨૪ માં ચૂંટાયેલા ટ્રમ્પ કેટલા સફળ થશે ?! એ હવે સમયે નકકી કરશે ! એવા સ્પષ્ટ સંકેતો મળે છે !

મહિલા પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસના પરાજયે અમેરિકન મહિલા જગતને આંચકો આપ્યો છે ?! સ્વતંત્ર રણનિતિનો મજબુત સંદેશાનો અભાવ અને લોકશાહી વિચાર ધારા અને રાષ્ટ્રવાદનો વ્યુહાત્મક પ્રચારને લઈને અમેરિકામાં પ્રથમ મહિલા પ્રમુખ ચૂંટાતા રહી ગયા ?! અમેરિકાના પ્રગતિશીલ મતદારોની માનસિકતાની વિશ્વ નોંધ લેશે ?!

અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિશે કહ્યું છે કે, “અમેરિકાની લોકશાહી તે કોઈ બાંહેધરી નથી, તે ફકત લોકશાહી માટેની ઈચ્છા માટેનો સંઘર્ષ છે”!! અમેરિકામાં પ્રથમ વાર ઉપપ્રમુખ પદ ઉપર ચૂંટાઈ આવેલા હેરિસને શ્રધ્ધા હતી કે અમેરિકનો તેમને પ્રમુખ પદ ઉપર ચૂંટાઈ લાવવાની તક આપીને અમેરિકન મહિલાઓનું ગૌરવ વધારશે પણ એવું બન્યું નથી !

સ્વિગ રાજયો તરીકે કમલા હેરિશ કેમ પાછા પડયા ?! ભારતના દક્ષિણ રાજયો જેવી ત્યાં સ્થિતિ છે ! પણ ત્યાં ટ્રમ્પને ફાયદો થયો અને જો. બાઈડેનને જીતાડનાર કેલીફોનીયાના પપ ઈલેકટ્રો વોટ કમલા હેરિસને ન મળ્યા ?! જે રીતે યુ.પી.માં સમાજવાદી પાર્ટી સીટો લઈ ગઈ ને ભા.જ.પ.ને બ્રેક વાગી ?! કમલા હેરિસ અમેરિકાના યુવાનોના સળગતા પ્રશ્નો હલ કરવા સક્ષમ છે ને તેમના હસતા ચહેરાએ જ તેમને ફટકો માર્યાે તેઓના ચોરો ધીર ગંભીર હોવો જરૂરી હતો !

જે તેમની બોડી લેન્ગવેજ પણ તેમને નુકશાન કરી ગઈ ! અમેરિકાના હિતો માટે આક્રમક બોડી લેન્ગવેજ જરૂરી હતી ! અમેરિકન મહિલાઓ અમેરિકન મહિલા પ્રમુખ બનાવવા માટેની તક ચૂકી ગઈ માટે કમલા હેરિસનો પરાજય થયો એવું જણાય છે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.