વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) કાર્યક્રમની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદ ના આચાર પદ્ધતિ મુજબ ઓમકાર, એકાત્મતા મંત્ર, વિજય મહામંત્ર દ્વારા થઈ ત્યારબાદ પધારેલ પૂજ્ય સંતશ્રી અને પધારેલ મહેમાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા શ્રીઓનોપરિચય વિધિ કરવામાં આવી અને કાર્યક્રમની રૂપરેખા કહેવામાં આવી
કાર્યક્રમમાં પૂજ્ય સંતોના સાનિધ્યમાં ગૌમાતાનું કંકુ અને અક્ષત વડે પૂજન કરવામાં આવ્યું ફુલહાર પહેરાવવામાં આવ્યો અને ગોળ ખવડાવીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું ત્યાર બાદ જિલ્લા સહમંત્રી પરેશકુમાર સોલંકી દ્વારા પ્રાસંગિક ઉદબોધન થયું
ત્યારબાદ પૂજ્ય સંત શ્રી સમીર ગિરિ મહારાજના આશીર્વચન મળ્યા કાર્યક્રમના મુખ્ય વક્તા પૂજ્ય સંત શ્રી મંગલ પુરી મહારાજ દ્વારા ગાય માતાના વિષયમાં ખુબ સરસ રીતે બૌધિક આપવામાં આવ્યું સૌ કાર્યકર્તા બંધુ ભગિની એ મહારાજશ્રીની વાતને વધાવી લીધી અને ગૌમાતા નું રક્ષણ અને સંરક્ષણ કરવા માટે વચન બધ્ધ થયા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય સંત શ્રી મંગલપુરીજી મહારાજ દેવ દરબાર ધામ ઈડર, પૂજ્ય સંત શ્રી સમીર ગીરીજી મહારાજ માણેકનાથ મંદિર શ્યામનગર ખેડબ્રહ્મા, ની ઉપસ્થિતિ રહી સાથે ખેડબ્રહ્મા જિલ્લા ગૌ સેવા પ્રમુખ રણજીતભાઈ સગર, ખેડબ્રહ્મા પ્રખંડ ગૌસેવા પ્રમુખ નિલેશભાઈ પટેલ, ખેડબ્રહ્મા જિલ્લા કાર્યાધ્યક્ષ શ્રી બાબુભાઈ પરમાર,જિલ્લા સહમંત્રી પરેશકુમાર સોલંકી, જિલ્લા સેવા પ્રમુખ શ્રી મણીભાઈ સુથાર, જિલ્લા કાર્યાલય પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ,
જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી કુણાલભાઈ પંચાલ, જિલ્લા ધર્માચાર્ય પ્રમુખ શ્રી વાડીભાઈ પટેલ, જિલ્લા ધર્મયાત્રા પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ, ખેડબ્રહ્મા પ્રખંડ મંત્રી શ્રી યોગેન્દ્રભાઈ ત્રિવેદી, ખેડબ્રહ્મા પ્રખંડ સેવા પ્રમુખ શ્રી નારણભાઈ વણઝારા, ભારત વિકાસ પરિષદના હસમુખભાઈ પંચાલ તથા મોટી સંખ્યામાં માતૃશક્તિ દુર્ગાવાહિની અને સમગ્ર કંપા ના ભાઈઓ બહેનો વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે શાંતિ મંત્ર થયો જય ઘોષ બોલાવી ને બેઠક પૂર્ણ કરવામાં આવી અને છેલ્લે પ્રસાદ વિતરણ થયું.