Western Times News

Gujarati News

ગુજરાતને દિવ્યાંગ વ્યક્તિઓ માટેની શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત મળશે રાષ્ટ્રીય પુરસ્કાર

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સર્વશ્રેષ્ઠ દિવ્યાંગજનશ્રેષ્ઠ દિવ્યાંગજનશ્રેષ્ઠ દિવ્યાંગ બાલ-બાલિકાદિવ્યાંગજનો માટે કામ કરતી સર્વશ્રેષ્ઠ વ્યક્તિડિસેબિલિટી સેક્ટરમાં શ્રેષ્ઠ પુનર્વસન વ્યવસાયિકદિવ્યાંગતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સંશોધન/ઇનોવેશન/ઉત્પાદન

વિકાસદિવ્યાંગજન સશક્તિકરણ માટે સર્વશ્રેષ્ઠ સંસ્થાદિવ્યાંગજન માટે સર્વશ્રેષ્ઠ કાર્યોદિવ્યાંગજન માટે સર્વશ્રેષ્ઠ પ્લેસમેન્ટ એજન્સીસુગમ્ય ભારતના બંધનમુક્ત વાતાવરણના નિર્માણ માટે અમલીકરણ માટે શ્રેષ્ઠ રાજ્ય/યુ.ટી/જિલ્લાદિવ્યાંગજનના અધિકાર અધિનિયમ/UDID અને અન્ય યોજનાઓ માટે સર્વશ્રેષ્ઠ રાજ્ય/યુ.ટી/જિલ્લોરાજ્ય ક્ષેત્રમા દિવ્યાંગજન અધિકાર અધિનિયમ હેઠળ સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય,

પુનર્વસન સેવાઓ માટે વ્યાવસાયિકોને તાલીમ આપવા માટેની શ્રેષ્ઠ સંસ્થા જેવા જુદા જુદા પ્રકારના પુરસ્કારો દિવ્યાંગજનોને આપવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ દ્વારા આ વિવિધ પ્રકારના પુરસ્કારો દિવ્યાંગ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા તેમજ દિવ્યાંગજનોને આપવામાં આવે છે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશ્નર શ્રી વી.જે.રાજપૂત(આઈ.એ.એસ.) ને રાજ્ય ક્ષેત્રમાં દિવ્યાંગજન અધિકાર અધિનિયમ હેઠળ સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા માટે ગુજરાત રાજ્યને પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડ માટે બિરદાવવામાં આવેલ છેજે ગુજરાત માટે ગૌરવની વાત છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશ્નરશ્રી દ્વારા દિવ્યાંગ અધિકાર અધિનિયમ હેઠળ જાગૃતિ માટે મોબાઇલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે,

તેમજ અલગ અલગ સરકારી ભરતીમાં નોકરી માટેના કેસ ચલાવી હુકમ તથા સુગમ્ય ભારત હેઠળ અલગ અલગ કચેરી/બિલ્ડિંગોને સુગમ્ય બનાવવા હુકમ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્ય એ એવોર્ડ માટે નોમીનેશન કર્યું હતું,

જેની ચકાસણી કરી ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્યને એવોર્ડ આપવામાં આવ્યો છે. દિવ્યાંગજનોને આ એવોર્ડની જાણ થતા તેઓમાં પણ લાગણીઓ તેમજ પ્રસન્નતાઓ પ્રભાવ જોવા મળ્યો છે જે ગૌરવની વાત છેએમ ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.