Western Times News

Gujarati News

સાસુના 30 લાખ પડાવી લેવાની ફરિયાદમાં વહુને આગોતરા જામીન આપતી હાઈકોર્ટ

વહુ અને દીકરાએ મળીને રૂપિયાની ઉચાપત કર્યા હોવાની વિચિત્ર ફરિયાદનો મામલો

અમદાવાદ, સાસુના ૩૦ લાખ પડાવી લેવાની ફરિયાદમાં હાઈકોર્ટે વહુની આગોતરા જામીન અરજી મંજૂર રાખી છે અને તેને રાહત આપતો આદેશ કર્યાે છે. સુરતના અડાજણ પોલીસ સ્ટેશન ખાતે વહુ વિરુદ્ધ નાણાકીય છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની ધારા હેઠળ નોંધાયેલી ફરિયાદમાં હાઈકોર્ટે તેને રાહત આપી છે.

હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અર્ણેશકુમારના ચુકાદાને ધ્યાનમાં લેતાં મહિલાને રાહત આપતો આદેશ કર્યાે છે. જેમાં નોંધ્યુ છે કે અને મહિલા અરજદારને આગગોતરા જામીન આપવામાં આવે છે. રૂ.૧૦ હજારના પર્સનલ બોન્ડ મહિલાને જમા કરાવવા રહેશે. તે ઉપરાંત તપાસમાં જ્યારે જ્યારે જરૂરિયાત હશે ત્યારે ત્યારે તેણે સહકાર આપવાનો રહેશે.

હાઈકોર્ટેએવી શરત પણ મૂકી છે કે અરજદારે તેને આપવામાં આવેલી છૂટનો ગેરલાભ ઉઠાવવાનો રહેશે નહીં. તે ટ્રાયલ કોર્ટની મંજૂરી વિના ભરાત છોડી શકશે નહીં અને તેણે પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે.

આ કેસમાં સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ તેની સાસુએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધરપકડથી બચવા મહિલાએ પહેલાં નીચલી અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી કરી હતી. જોકે એ અરજી રદ કરવામાં આવતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં અરજીનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સરકાર તરફથી કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મહિલાને આગોતરા જામીન આપી શકાય નહીં. પ્રસ્તુત કેસની અરજદાર મહિલા ફરિયાદીના વહુ થાય છે અને સહઆરોપીના પત્ની થાય છે.

પતિ (ફરિયાદના દીકરા)એ માતાના રૂપિયાની ઉચાપત કરી હતી અને એ રૂપિયા આરોપી મહિલા (વહુ)ના ખાતામાં સીધા જમા થયા હતા. તેથી આ અરજી રદબાતલ થવી જોઈએ.

હાઈકોર્ટે નોંધ્યુ હતું કે, અરજદાર મહિલા ફરિયાદીના વહુ થાય છએ. ફરિયાદીએ તેના દીકરાને પાવર ઓફ એટર્ની આપ્યા હતા, જેથી તે તેના બેંકના ખાતા અને અન્ય સંપત્તિ સંબંધિત વ્યવહારો કરી શકે. પરંતુ તેણે રૂ.૩૦ લાખ પડાવી લીધા અને તે બાબતે તેણે પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને ડોક્યુમેન્ટ્‌સ બનાવ્યા હતા. પરંતુ તમામ સંજોગો અને કેસના તથ્યોને જોતાં અરજી ગ્રાહ્ય રાખવાને યોગ્ય જણાય છે. તેથી અરજદાર મહિલાને આગોતરા જામીન અરજી આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.