ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોઈ વાતચીત થઈ જ નથી ?
વોશિંગ્ટન, ડૉનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનેથી પ્રમુખ પુતિનને ફોન કર્યાે હોવાના અહેવાલો તદ્દન ખોટા છે તેમ ક્રેમલીને કહ્યું હતું, ક્રેમલીના પ્રવક્તા દિમિત્રી પેસકોવે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘આ તદ્દન ખોટી માહિતી છે.’
બીજી તરફ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારો પૈકીના અગ્રણી અખબાર ‘વાશિંગ્ટન પોસ્ટે’ તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે, નવ-નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓના રેસીડેન્ટ કમ રીસોર્ટ ફ્લોનડલાના પામ-બીચ ઉપરના માર-એ-બાગો નગરમાંથી પ્રમુખ પુતિનનો ફાન કર્યાે જ હતો.
આ બનાવથી પરિચિત લોકોને ટાંકતા એ પ્રમાણે જણાવ્યું હતું.ડૉનાલ્ડ ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે, ‘હું યુદ્ધ શરૂ કરવાનો નથી, હું તે બંધ કરાવનારો છુ. તેઓએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પણ ફોન કર્યાે હતો. જેમાં ઝેલેનસ્કીએ સામા અભિનંદનો પણ ટ્રમ્પને તેઓના વિજય બદલ આપ્યા હતા.
સાથે ધઠધપર મોકલેલા આ મેસેજમાં ફાન કરવા માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો.આમ ટ્રમ્પે પુતિને કરેલા ફોન અંગે વિરોધાભાસી વિધાનો મળી રહ્યા છે. ક્રેમ્લિન ‘ના’ કહે છે. પરંતુ તે ભૂલવું ન જોઈએ કે ‘રશિયામાં અર્યન કર્ટન’ હજી સંપૂર્ણ દૂર નથી થયો.
નિરીક્ષકો તેવું પણ અનુમાન બાંધે છે કે, ટ્રમ્પે કદાચ ઝેલેનસ્કીને યુક્રેનના રશિયનભાષી પૂર્વ અને દક્ષિણ પૂર્વના વિસ્તારો રશિયાને સોંપી દેવા અનુરોધ કર્યાે હશે પરંતુ ઝેલેન્સ્કી એક ઇંચ પણ જમીન છોડવા તૈયાર નથી.બીજી તરફ ટ્રમ્પે પુતિન સાથેની વાતચીતમાં યુરોપમાં રહેલા વિશાળ અમેરિકી દળોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘તેમની સલામતી મારી સહજ પ્રાથમિકતા છે.’
પુતિને શું જવાબ આપ્યો તે જાણી શકાયું નથી પરંતુ એક વાત નિશ્ચિત તરી આવે છે કે, ટ્રમ્પ પુતિનને ફોન કર્યા વગર રહી શકે જ નહીં. તેઓએ દુનિયાના ૭૦ દેશોના અગ્રણીઓને તેઓને આપેલા અભિનંદનો બદલ સામા ફોન કર્યા હતા. તે પૈકી નરેન્દ્ર મોદીને સૌથી પહેલો ફોન કર્યાે હતો.SS1MS