આસારામને સારવાર માટે ૩૦ દિવસની પેરોલ અપાઈ
જોધપુર, સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને ઈલાજ માટે ૩૦ દિવસની પેરોલ આપવામાં આવી છે. ૭ નવેમ્બરે જોધપુર હાઈકોર્ટે તેમને ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે ૩૦ દિવસની પેરાલની મંજૂરી આપી હતી.
સોમવારે આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી પોલીસ કસ્ટડીમાં ખાનગી હોસ્પિટલમાં મોકલાયા છે, જ્યાં તેમની આયુર્વેદ પદ્ધતિથી ૩૦ દિવસ સારવાર કરાશે. આસારામને આ વર્ષે ઓગસ્ટમાં સારવાર માટે ૭ દિવસની પેરોલ આપવામાં આવી હતી.
તેમણે મહારાષ્ટ્રની માધોબાગ આયુર્વેદ હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી હતી. બાદમાં તેમની પેરોલ ૫ દિવસ લંબાવાઈ હતી. પરંતુ તેમને ત્યાં લાંબો સમય રાખી શકાય તેમ ન હોવાથી તેમને જોધપુર જેલમાં પરત લાવવામાં આવ્યા હતાં.SS1MS