રેલી પહેલાં ચૂંટણી અધિકારીઓએ મારી બેગ તપાસીઃ ઉદ્ધવ ઠાકરે
નવી દિલ્હી, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ દરમિયાન નેતાઓ એકબીજા પર આક્ષેપો પણ કરી રહ્યા છે.
જોકે, શિવસેના(યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એક વિચિત્ર દાવો કર્યાે છે કે, ‘‘૨૦મી નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્રના યવતમાલ પહોંચવા પર અધિકારીઓએ તેમની બેગની તપાસ કરી હતી.’’
આ સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રશ્ન કર્યાે કે, ‘‘શું ચૂંટણી અધિકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર કે દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ કરી છે?’’ઉદ્ધવ ઠાકરેએ યવતમાલના વાનીમાં શિવસેના(યુબીટી)ના ઉમેદવાર સંજય ડેરકર માટે જાહેરસભા સંબોધિત કરતી વખતે આ કડવા અનુભવ વિશે વાત કરી હતી.
શિવસેના(યુબીટી)ના પ્રમુખ ઠાકરેએ કહ્યું કે, ‘‘જ્યારે એ હેલીકોપ્ટર દ્વારા વાની પહોંચ્યા તો કેટલાક ચૂંટણી અધિકારીઓએ તેમની બેગની તપાસ કરી હતી.’’આ સાથે ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે ‘‘એ ચૂંટણી અધિકારીઓથી નારાજ નથી, પરંતુ ચૂંટણી અધિકારી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને હું મારી જવાબદારી નિભાવીશ.’’SS1MS