સિદ્ધાર્થ મલ્હાત્રા પણ હવે હોરર કોમેડી પર હાથ અજમાવશે
મુંબઈ, સિદ્ધાર્થ મલ્હાત્રાએ છેલ્લે ધર્મા પ્રોડક્શનની ‘યોદ્ધા’માં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર ખાસ કોઈ કમાલ કરી શકી નહોતી. ત્યારથી સિદ્ધાર્થ કૅરિઅરની દૃષ્ટિએ થોડા નબળાં સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. જોકે, તેની શેરશાહ ઓટીટી પર ઘણી સારી ચાલી હતી.
ત્યારે તે ઘણા લાંબા સમયથી કોઈ સારી ફિલ્મની રાહમાં હતો. હવે અંતે તેણે એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ તબક્કામાંથી સફળતાપૂર્વક બહાર આવવા માટે સિદ્ધાર્થે પણ હાલ ખૂબ લોકપ્રિય થઈ રહેલાં એવા ફિલ્મના જોનર હોરર કોમેડીમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું છે.
છેલ્લે આવેલી સતત ત્રણ હોરર કોમેડી ફિલ્મો ‘મુંજ્યા’, ‘સ્ત્રી ૨’ અને ‘ભૂલ ભુલૈયા ૩’ સારી ચાલી છે, આ ત્રણ ફિલ્મો હોરર કોમેડી હોવાની સાથે હાર્ટલૅન્ડ સ્ટોરી એટલે કે ઉત્તરના નાના શહેરોની વાર્તાઓ સાથે સંકળાયેલી હતી. ત્યારે સિદ્ધાર્થે પણ હવે એકતા કપૂરની આ જ ફોર્મ્યુલા સાથે બની રહેલી ફિલ્મમાં ઝંપલાવ્યું છે.
મહત્વની વાત એ છે કે, આ ફિલ્મ સોશિયલ મીડિયા અને વેબ સિરીઝ બનાવવા માટે જાણીતા પ્લેટફર્મ ટીવીએફ અને પંચાયતના ડિરેક્ટર દીપક મિશ્રા જ ડિરેક્ટ કરશે. આ એક એવી ફિલ્મ હશે, જેમાં ટેક્લોલોજી સાથે લોકકથાનું મિશ્રણ જોવા મળશે, આમ આ એક ‘મુંજ્યા’ અને ‘તુંબાડ’ પ્રકારની ફિલ્મ હશે. સિદ્ધાર્થ મલ્હાત્રાએ પોતાના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ અનાઉન્સ કરતાં એક પોસ્ટર શેર કર્યું હતું.
જેના હિન્દી પોસ્ટર પરથી ફિલ્મનું નામ ‘વન’ હોવાનો ખ્યાલ આવે. તેમજ તેમાં જંગલ પર લાલ આંખો દેખાતી હોવાથી જંગલ અને શ્રાપ પ્રકારની વાર્તા હોવાનો અંદાજ આવે છે. આ ફિલ્મની જાહેરાત છઠપૂજાના દિવસે કરીને ૨૦૨૫ છઠપૂજા પર રિલીઝ થવાની હોવાનું ચર્ચા રહ્યું છે. આ અનાઉન્સમેન્ટ થતાં જ કિઆરા અડવાણીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતાં, સિદ્ધાર્થની પોસ્ટ શેર કરી હતી.SS1MS