Western Times News

Gujarati News

લીંબડી સબ જેલના ચાર કેદી દીવાલ કૂદીને ફરાર થઇ ગયા

કેદીઓને પકડી પાડવા રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર પોલીસ સતર્ક: સઘન ચેકિંગ કામગીરી

અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલી સબ જેલમાંથી કાચા કામના ચાર કેદીઓ દીવાલ કૂદીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટના બાદ જેલ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક પોલીસે કેદીઓને પકડી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી છે. તો આજુબાજુના જિલ્લાઓમાં પ્રવેશતા માર્ગો પર પહેરો વધારી દીધો છે અને સઘન ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. જેલમાંથી કેદીઓ ફરાર થતાં જેલ સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

લીંબડી સબ જેલમાંથી એકસાથે ચાર કેદીઓ ફરાર થઇ જતાં અમદાવાદ અને રાજકોટ તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર પણ કેદીઓને પકડી પાડવા માટે પહેરો ગોઠવી દેવાયો હતો. કેદીઓ સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ પણ જવાની શક્યતાઓ પ્રવર્તી રહી હોઇ તેને જોતાં પોલીસ એકદમ એલર્ટ પર રખાઇ છે. વાહનો ચેકીંગ અને સતત પેટ્રોલીંગ ઉપરાંત સંભવિત શંકાસ્પદ સ્થાનો પર પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જા કે, સબ જેલમાંથી એકસાથે ચાર કેદીઓ ફરાર થઇ જતાં જેલ સત્તાધીશોની કામીગીરી અને જેલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠયા છે. આ મામલે આગામી દિવસોમાં ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓ દ્વારા જેલના કસૂરવાર કર્મચારી-અધિકારીઓ વિરૂધ્ધ પગલાં લેવાય તેવી પણ પૂરી શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.