CBSE બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઘડિયાળ પહેરી નહીં શકે
નવીદિલ્હી, સીબીએસઇએ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઘડિયાળ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ ન આપવા માટે દરેક સ્કૂલોને સૂચના આપી છે. ડિજિટલ અને સ્માર્ટ ઘડિયાળથી બાળકો ચોરી કરી શકે છે. ભૂતકાળમાં ઘણી જાહેર પરીક્ષાઓમાં ઉમેદવારો સ્માર્ટવોચથી ચોરી કરતા ઝડપાયા હોવાના કિસ્સા બન્યા છે. જેને ધ્યાનમાં રાખીને સીબીએસઇએ આ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને સમયની જાણ થાય એ માટે દર કલાકે બેલ અથવા એલાર્મ વાગશે.