કડીની હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય 14 હજારની લાંચ લેતાં ઝડપાયા
મહેસાણા, સ્વૈÂચ્છક નિવૃત્તી લેનાર કર્મચારીના પેન્શન કેસ બનાવવા સહિતના કામ પેટે રૂ.૧૪ હજારની લાંચ લેતાં કડીની એસ.એમ.ગર્લ્સ હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્યને કલોલની છત્રાલ ચોકડીએથી મહેસાણા એસીબીની ટીમે ઝડપી લીધા હતા.
કડીની એસ.એમ. ખમાર ગર્લ્સ હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય કમલેશકુમાર અમૃતલાલ પટેલે સ્વૈÂચ્છક નિવૃતિ લેનારા એક કર્મચારીના સ્વૈÂચ્છક નિવૃતી બાદના પેન્શન કેસ બનાવવા, જીપીએફ, સાતમા પગારપંચના એરિયર્સનું બિલ બનાવવા, મોંઘવારી તફાવત અને રોકડ રૂપાંતરનું બિલ બનાવવા તેમજ જીપીએફની સ્લીપો લાવી આપવા માટે કર્મચારી પાસેથી કુલ રૂ.૧૪ હજારની લાંચની માગણી કરી હતી.
જોકે સ્વૈÂચ્છક નિવૃત્તિ લેનાર કર્મચારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. જેથી ગાંધીનગર એ.સી.બી. એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી. ચાવડાએ કલોલના છત્રાલ ચાર રસ્તે છટકું ગોઠવ્યું હતું.
જેમાં હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય કમલેશકુમાર પટેલ હેતુલક્ષી વાતચીત કરીને રૂ.૧૪ હજાર લાંચ સ્વીકારતા એસીબીની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે તેમને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કિસ્સો જિલ્લાના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો હતો.