નર્સિગ કોર્સની ડિગ્રી આપવાના બહાને ર૯ વિદ્યાર્થીની સાથે 9.87 લાખની છેતરપિંડી
અંકલેશ્વરમાં પેરામેડિકલ કલાસિસના સંચાલકે ર૯ છાત્રોને પ્રવેશનાં નામે નવડાવ્યા
અંકલેશ્વર, અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિગ કલાસિસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રાઈ હોવાની પોલીસમાંં ફરિયાદ કરાઈ છે. નર્સિગ કોર્સની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશન ૯.૮૭ લાખ રૂપિયા ર૯ વિદ્યાર્થીની પાસે ખંખેરી લીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ન‹સગ કોલેજ વિદ્યાર્થીનીઓના દસ્તાવેજ અને ડિગ્રી પરત કરવા પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ સાથેની બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. વલસાડના આદિવાસી આગેવાનો દ્વારા રાજ્યમાં અનેક સ્થળે બોગસ નર્સિંગ કોલેજ હોવાના આદિવાસી સમાજના આક્ષેપ કર્યો હતો.
એજન્લ કોમ્યુનિટી કોલેજના ડાયરેકટર અને સ્થાપક દ્વારા અંકલેશ્વરની સિંગ્ને ચરિયા ગેલેરિયા મહાવીર ટ‹નગ ખાતે નર્મદા પેરામેડિકલ ન‹સગ કલાસીસ ચલાવી રહ્યા છે જેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે કોલેજમાં જીએનએમ (જનરલ ન‹સગ મિડવાઈફરી)ના નામે કોર્સના કલાસિસમાં કોમ્પ્યુટર શીખવામાં આવી રહ્યું હોવાની સાથે રહેવા જમવા માટે હોસ્ટેલની સેવા આપી હતી. જો કે, ભાડાના મકાનમાં યુવતીઓને રાખી તેનું પણ ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું હતું.
એડમિશન વેળા અસલ માર્કશીટ, એલસી, જાતિનો દાખલો, આવક દાખલો, અસલ બેન્ક પાસબુક, એટીએમ કાર્ડ, કોરા ચેકો, આધાર કાર્ડ અને એડમિશનના ૮૦૦૦ લઈ તેની રસીદ આપી હતી. વર્ષ પૂર્ણ થતાં પરીક્ષા લેવાની યુનિ. લેવા ના પાડી રહી છે અને તેના નામે ૩પ હજાર રૂપિયા ભરી દો પરીક્ષા આપવા દેવામાં આવશે. જે ફી ભર્યા બાદ સુરત સ્થિત મહાવીર યુનિ. લઈ ગયા હતા
જ્યાં પરિક્ષા ફીના નામે ૩૦૦૦ અને પરીક્ષામાં પાસ કરવા ૩૦૦૦ અને રપ૦૦ રૂપિયા યુવતીઓ પાસેથી લીધા હતા જેબાદ પરીક્ષાનું રિઝલ્ટ માંગતા તમારી સ્કોલરશીપ આવી નહીં રિઝલ્ટ અટકયુંનો રાગ આપ્યો હતો જે બાદ જે યુવતી સ્કોલરશીપ આવી હતી તેને બારોબાર ઉપાડી લીધા હતા જે બાદ પોતાની સાથે ફ્રોડ થઈ રહ્યું હોવાની શંકા વિદ્યાર્થિની રÂશ્મ વસાવાને થતાં તેને સમાજ આગેવાનો અને વલસાડના સામાજિક આગેવાન
સુરેશ પટેલને તમામ હકીકત જણાવતા તેઓ સાથે આવી નર્મદા પેરામેડિકલ નર્સિંગ કલાસિસના ચેતના રાવ, તેના ભાઈ અને એજન્લ કોમ્યુનિટી કોલેજના ડાયરેકટર અને સ્થાપક સામે કલાસિસની ર૯ વિદ્યાર્થિનીઓના સિગ્નેચર સાથે લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ આરંભી હતી.