સુરતઃ અપહરણ કરી દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની સખત કેદની સજા
સુરત, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માનસિક દિવ્યાંગ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ઘર નજીક રહેતા યુવકને કોર્ટે આકરી સજા ફટકારી છે. વાસનામાં અંધ બનેલા આ મહારાષ્ટ્રીયન યુવકને કોર્ટે કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
કોર્ટે આદેશમાં પીડિતાને રૂ.૫ લાખનું વળતર ચૂકકવવાનો પણ હુકમ કર્યાે હતો. આ કેસની વિગત મુજબ લિંબાયતમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની માનસિક દિવ્યાંગ સગીર દીકરી હતી. ગત.તા.૧૮.૭-૨૦૨૨ના રોજ સગીર દિકરી પોતાના ઘરની બાલ્કનીમાં ઉભી હતી. તે વખતે તેમના ઘર નજીક રહેતો ૨૭ વર્ષીય યુવક ઘર પાસે આવ્યો હતો.
પ્રથમ એક ચિઠ્ઠી આપી હતી. ત્યારબાદ ત્યારબાદ બીજી ચિઠ્ઠી આપ્યા બાદ સગીરાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી હતી. ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે ઃ હું કહું ત્યારે મને ફોન કરજે, અને ઘરે જઈને આ ચિઠ્ઠી ફાડી નાંખજે, તારી મમ્મીને નહીં દેખાડતી” આમ આરોપીના સંપર્કમાં આવ્યા બાદ તેણીને આરોપી યુવક પોતાના સ્કુટર ઉપર બળજબરીથી બેસાડીને લિંબાયત સ્કાય-૯ એપાર્ટમેન્ટ સાંઈનાથ ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો.
જ્યાં માનસિક દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બદકામ કર્યા બાદ સગીરાને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી એક મંદિર પાસે છોડીને ફરાર થઈ ગયો હતો. આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો સહિતના આરોપસર ગુનો નોંધાયો હતો. આ કેસની ઈન્સાફી કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી.
કોર્ટે આરોપી યુવકને આ ગુનામાં કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ ૧૫૦૦૦નો દંડ કર્યાે હતો. તદુપરાંત ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ના નિયમો અનુસાર રૂ.૫ લાખ પીડિતાને ચુકવવા પણ આદેશ કર્યાે હતો.SS1MS