મુકેશ ખન્નાએ દેશી સુપર હીરો ‘શક્તિમાન’ની જાહેરાત કરી
મુંબઈ, ૯૦ના દસકામાં મોટાં થયેલાં બાળકોનો કોઈ અસલી સુપર હીરો હોય તો એ શક્તિમાન છે, એક એવો સુપર હિરો જે ગોળ ફરતાં ઉડીને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને બચાવે છે અને ગુનેગારોને પણ પકડે છે. ૯૦ના દાયકાના બાળકો માટે કોઈ પણ સ્પાઇડરમેન, સુપરમેન કે આયર્નમેન કરતાં શક્તિમાન વધુ જાણીતો સુપર હિરો હતો.
હવે આજની પેઢીના બાળકોને પણ આ સુપરહિરોનો પરિચય થાય તે હેતુથી મુકેશ ખન્ના ઘણા લાંબા સમયથી એક ફિલ્મ બનાવવાનું આયોજન કરતા રહ્યા છે.
અંતે હવે શનિવારે મુકેશ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરીને ખાતરી આપી છે કે અંતે આ ઓરિજીનલ સુપર હિરો મોટા પડદે આવવા તૈયાર છે. મુકેશ ખન્નાએ શક્તિમાનનો એક નાનો વીડિયો શેર કરીને કૅપ્શનમાં લખ્યું હતું, “તેના પાછા આવવાનો સમય થઈ ગયો છે”. આ પોસ્ટ શેર થતાં જ અનેક લોકોએ તેના પર કમેન્ટ કરીને પોતાની ઉત્સુકતા દર્શાવી હતી.
આ વીડિયોની કૅપ્શનમાં મુકેશ ખન્નાએ લખ્યું,“આપણો પહેલો ભારતીય સુપર ટીચર-સુપર હિરો. હા! આજે જ્યારે અંધકાર અને દુષ્ટ શક્તિઓ આજના બાળકો પર હાવી થઈ રહી છે.
.ત્યારે એના પાછા ફરવાનો સમય થઈ ગયો છે. તે એક સંદેશ સાથે પાછો ફરે છે. તે શીખવવા માટે પાછો વે છે. આજની પેઢી તેનું બંને હાથ ખોલીને સ્વાગત કરી રહી છે.
હાલ તેનું ટીઝર ભીશ્મ ઇન્ટરનેશનલની યૂટ્યુબ ચૅનલ પર માણો.”આ નાના વીડિયોમાં શક્તિમાન ગોળ ફરતો ઊડીને એક સ્કૂલમાં ઊતરે છે, જ્યાં તે ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ સહીતના સ્વતંત્ર સેનાનીઓની તસવીરો જોઈને ગાય છે, “આઝાદી કે દીવાનોં ને જંગ લડી ફિર જાને દી, અંગ અંગ કટ ગયે મગર આંચ વતન પર ન આને દી..” શક્તિમાન સીરિયલ દૂરદર્શન પર ૧૯૯૭માં શરૂ કરવામાં આવી હતી અને ૪૫૦ એપિસોડ સુધી ચાલી હતી.SS1MS