Western Times News

Gujarati News

૧૯.૪૬ કરોડની GST કરચોરી ઉજાગર થતા સંદિપ અનવર વિરાણીની ધરપકડ

રાજ્યના કોપરના ધંધા સાથે સંકળાયેલ ૧૪ પેઢીઓ ખાતે સ્ટેટ GST વિભાગ દ્રારા તપાસ

સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલ માહીતી તથા આનુસાંગિક સંશોધનને આધારે કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જુનાગઢ અને ભાવનગર ખાતે આવેલ ૧૪ કોપરની પેઢીઓને ત્યાં તા. ૧૧-૧૧-૨૦૨૪ ના રોજ સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે આવી પેઢીઓ દ્વારા કોપરની બોગસ ખરીદીઓ દર્શાવી મોટે પાયે ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરવામાં આવેલ છે.

ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ-૧૩૨ (૧) (સી) હેઠળ ગુનો બનતો હોઇ વિભાગ દ્વારા ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝમાં પેઢીના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની સ્પષ્ટ સંડોવણી જણાતા સુરત ખાતેથી વધુ ઉંડાણપૂર્વકની તપાસ કરવા સારું ધરપકડ કરવામાં આવેલ છે. આ પેઢી દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ૧૯.૪૬ કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ છે. નામ, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સુરતની કોર્ટ દ્વારા આરોપીને તા. ૧૬-૧૧-૨૦૨૪ ની બપોર સુધીના રીમાન્ડ મંજુર કરેલ છે.

તપાસો દરમ્યાન ૪ પેઢીઓ બોગસ જણાઇ આવેલ છે. કુલ રૂ.૪૮ કરોડ થી વધુની કરચોરી ઉજાગર થયેલ છે. સરકારી વેરાના હિતમાં રૂ.૧.૯૦ કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવેલ છે તથા રૂ.૨૨.૯૮ કરોડની રકમનુ એટેચમેન્ટ કરેલ છે. તપાસની કાર્યવાહીને અંતે ઘટીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.