Western Times News

Gujarati News

શેરબજારમાં મંદી પાછળ આટલા કારણો છે જવાબદાર?

(એજન્સી)નવી દિલ્હી, શેર બજારમાં છેલ્લા ઘણા દિવસો થી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્‌ટીમાં ૨ ટકાથી વધુનો ઘટાડો થયો છે. નિફ્‌ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં શેરબજારમાં લગભગ બે ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે રૂપિયામાં રેકોર્ડ ધોવાણ, વિદેશી રોકાણકારોનો ઉપાડ અને મોંઘવારી વધવાના સમાચાર બાદ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળે છે.

શેરબજારમાં લગભગ બે ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે રૂપિયામાં રેકોર્ડ ઘટાડો, વિદેશી રોકાણકારોની નિકાસ અને મોંઘવારી વધવાના સમાચાર બાદ શેરબજારમાં મોટો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે. જેનું મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે રૂપિયાનું ધોવાણ અને શેરબજારમાંથી એફઆઈઆઈની નિકાસ છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧.૨૫ ટકા એટલે ૯૮૪.૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭,૬૯૦.૯૫ પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ ૧૧૦૦ પોઈન્ટ્‌સનો ઘટાડો નોંધાયો હતો અને સેન્સેક્સ ૭૭,૫૩૩.૩૦ પોઈન્ટ સાથે દિવસના નીચલા સ્તરે આવ્યો હતો.

મંગળવાર અને બુધવારના સંયુક્ત ઘટાડાને જોઈએ તો સેન્સેક્સમાં ૧૮૩૨ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સમગ્ર નવેમ્બર મહિનામાં સેન્સેક્સ ૧,૭૨૪.૯૨ પોઈન્ટ્‌સ તૂટ્યો છે. મતલબ કે નવેમ્બર મહિનામાં સેન્સેક્સમાં ૨.૧૭ ટકાનો ઘટાડો થયો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્‌ટી ૧.૩૬ ટકા એટલે ૩૨૪.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૫૫૯.૦૫ પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્‌ટીમાં લગભગ ૩૭૫ પોઈન્ટ્‌સનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે દિવસના નીચલા સ્તરે ૨૩,૫૦૯.૬૦ પોઈન્ટ્‌સ પર પહોંચ્યો હતો. જો કે છેલ્લા બે દિવસમાં નિફ્‌ટીમાં ૫૮૨.૨૫ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

બીજી તરફ નવેમ્બર મહિનામાં નિફ્‌ટીમાં ૬૪૬.૩૦ પોઈન્ટનો ઘટાડો થયો છે. મતલબ કે સેન્સેક્સ કરતાં નિફ્‌ટીમાં ૨.૬૭ ટકા વધુ ઘટાડો જોવા મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.