આમવાત સંધિવાતમાં આયુર્વેદ લાભદાયી
આજ કાલ તો સંધિવાત અને આમવાત એટલા સામાન્ય રોગો બની ગયા છે કે. આજકાલ જનસામાન્યમાં દુઃખાવો અને તેમાં પણ વાયુનાં કારણે શરીરમાં થતો દુઃખાવો એ ઘણી સામાન્ય બાબત છે. વાયુનાં રોગોમાં દુઃખાવો સંધિવાત અને આમવાત એમ બંને પ્રકારે જોવા મળે છે. આમવાત થવા માટે કયા કારણો જવાબદાર છે? સૌથી પહેલું કારણ છે વિરુદ્ધ આહાર – વિરૂદ્ધ આહાર એટલે કે શરીરને નુકસાન કરે એવો આહાર.
વિરુદ્ધ આહાર માં ઘણી બધી એવી નાની નાની વાતો પણ આવી જાય છે જેમ કે દૂધ સાથે મીઠું, દૂધ સાથે નોનવેજ આઈટમ ,અડદ, ખાટા ફળો એ બધું વિરુદ્ધ છે. ભૂખ ન હોવા પર પણ ભોજન કરવું વિરુદ્ધ આહાર નો ભાગ છે. આહાર લેવાના નિયમોની વિરુદ્ધ જઈ ભોજન કરવું. વગેરે….. એટલે કે અમુક પ્રકારનું આચરણ કરવાથી શરીરને નુકસાન થાય છે.
જેને વિરુદ્ધ વિહાર કહેવામાં આવે છે જેમકે અજીર્ણમાં વ્યાયામ કરવું પાણીમાં તરવું વગેરે, ત્રીજું કારણ કોઈપણ સ્નિગ્ધ વસ્તુ એટલે કે ઘી તેલ વાળી ભારે વસ્તુ ખાઈને તરત જ કસરત કરવી, વધારે પડતું ચાલવું ,દોડવું એ આમવાતનું કારણ બને છે. આ આમ સંપૂર્ણ શરીરમાં ફેલાઈ જાય શરીરમાં વિકનેસ લાવી દે છે, હૃદયપ્રદેશમાં ભારેપણુ લાવે છે ,કમરનો ભાગ પકડી લે છે.
સ્નિગ્ધ વસ્તુ ખાઈને તરત જ વ્યાયામ કરવાથી ખોરાકનું બરાબર પાચન થતું નથી .અને તે ન પચેલો ખોરાક આયુર્વેદ પ્રમાણે આમ કહેવાય છે. અને ત્યારબાદ વ્યાયામ કરવાથી વાયુનો પ્રકોપ થાય છે અને તે વાયુ આ ન પચેલા ખોરાક એટલે કે આમ ને સંપૂર્ણ શરીર માં ફેલાવી દે છે અને આમવાત રોગ ઉત્પન્ન કરે છે. જો તમે પણ આવા કોઈ લક્ષણો થી પીડિત છો ક્યાં તમને પણ આવા લક્ષણો તમારા શરીરમાં જોવા મળી રહ્યા છે. તો નજીકના કોઈ પણ આયુર્વેદિક ચિકિત્સકને જરૂર થી મળો. અને નિદાન કરાવો અને સારવાર લો.
મોર્ડન સાયન્સ પ્રમાણે આ આમવાત રોગ ને રૂમેટોઇડ આર્થરાઈટીસ સાથે સરખાવી શકાય છે. આ એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે એટલે કે આપણા જ શરીરની રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરના હેલ્ધી ટીસ્યુ પર હુમલો કરે છે.
જેના કારણે શરીરના સાંધા મા સોજો આવે છે દુખાવો થાય છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. આમવાત અને રૂમેટોઈડ આર્થરાઈટિસના ઘણા બધા લક્ષણો સરખા છે.
આમવાત અને રૂમેટોઇડ આર્થરાઈટીસનુ નિદાન આયુર્વેદિક મોર્ડન સાયન્સ પ્રમાણે આ આમવાત રોગ ને રૂમેટોઇડ આર્થરાઈટીસ સાથે સરખાવી શકાય છે. આમવાત અને રૂમેટોઇડ આર્થરાઈટીસનુ નિદાન આયુર્વેદિક ચિકિત્સક તમારા લક્ષણો જોઈને કરે છે.
આયુર્વેદ ચિકિત્સા આમવાત રોગમાં ખૂબ જ લાભદાયી છે. અને આયુર્વેદિક સારવાર થી તમે આ રોગ સાથે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. આયુર્વેદ ચિકિત્સા માં આયુર્વેદિક ઔષધી ની સાથે આ રોગમાં રેતીનો શેક, બસ્તી ચિકિત્સા જેવી ઘણી બધી પંચકર્મ સારવાર આપવામા આવે છે જે ખૂબ જ લાભદાયી છે.
યુવાઓમાં પણ તેનાં લક્ષણો જોવા મળે છે. આજે આપણે આમવાત ઉપર વાત કરવા જઈ રહ્યા છે. આયુવેદનાં મંતવ્ય મુજબ જે રોગમાં વિંછીનાં ડંખ જેવી વેદના કે પીડા થાય તેને આમવાત તરીકે ઓળખવામાં આવે છે. આમવાત બે શબ્દથી બનેલ છે.
આમ અને વાત આમ એટલે નહિં પચેલો અપકવ આહારરસ. આ અપકવ આહારરસ જ્યારે વાયુદ્વારા પ્રફુલિત થાય છે. ત્યારે વેદના અને શોચ ઉત્પન્ન કરે છે. આ આમવાતનું મુખ્ય લક્ષણ છે.
નિદાન કારણો લક્ષણોઃ આમવાત થવાનાં કારણોની જો વાત કરીએ તો વિરુધ્ધ આહાર લેવાથી, ઠંડાપીણા વધુ પ્રમાણમાં પીવાથી, અજીર્ણ હોય તેમાં ભોજન કરવાથી, કસરત ન કરવી, ખટાશવાળી વસ્તુ તેમજ ઠંડો અને વાસી ખોરાક વધુ લેવાથી, ઉજાગરા કરવાથી દિવાસ્વપ્ન એટલો કે, દિવસે વધુ ઊંઘવાથી વધુ પ્રમાણમાં મિઠાઈ કે મેંદાની આઇટમો લેવાથી આમવાત રોગ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
આ રોગમાં ઘણીવાર ખાલી ચડી જતી હોય તેવું લાગે છે. અંગોમાં શૂન્યતા વર્તાય છે. અંગો અક્કડ થઈ જાય છે. આળસ આવે છે. અંગમર્દ થાય છે, અંગોમાં પીડા થાય છે. તાવ આવે છે. ખાવાની ઇચ્છા થતી નથી. અરુચિ લાગે છે. તરસ વધારે લાગે છે. વિંછીનાં દંશ જેવો દુઃખાવો શરીરમાં થાય છે.
આ રોગ શરીરમાં થાય ત્યારે હાથ-પગ માથુ, ઘુંટી, કમર, ઘુંટણ અને શરીરના બધાં જ સાંધાઓમાં વેદના સાથે સોજો જોવા મળે છે. જઠરાગ્નિ મંદ પડે છે. મુખમાંથી લાળ ટપકે છે. ઉત્સાહ શૂન્યતા જોવા મળે છે.
ઘણીવાર શરીરમાં બળતરા તથા વારંવાર પેશાબ જવાની ઇચ્છા થાય છે. આ રોગમાં દુઃખાવો અને સોજો એક જ જગ્યાએ સ્થિર રહેતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ તે ફરતો રહે છે, તેથી સામાન્ય ભાષામાં આ રોગને ફરતો વા પણ કહે છે.
આમવાતમાં ફાયદાકારકઃ લંઘન-ઉપવાસ, લસણ, અજમો, હીંગ, કારેલા, પરવળ, જૂના ચોખા, જવ, ગોખરુ, સૂંઠ, બથવાની ભાજી, અગ્નિપ્રદીપક પદાર્થો વગેરે લાભકારક છે. નિષેધઃ આમવાતનાં દર્દી માટે દુધ, દહીં, ઘી, ગોળ, અડદનાં લોટની વસ્તુઓ, મેંદાનાં લોટની વસ્તુઓ, મિઠાઈ, ભારે પદાર્થો, માંસાહાર, ઠંડી-વાસી, વાયડી વસ્તુઓ ઠંડા પીણા, ઉજાગરા વગેરેનો નિષેધ બતાવ્યો છે.
આમવાતમાં લંઘન ને ખૂબજ મહત્વ આપ્યું છે આ રોગની અકથ્ય વેદના પીડા માત્ર લંઘનમાંજ સમી જાય છે. લંઘન સમયે પાણી ઉકાળીને પીવું અને ઔષધોમાં માત્ર સૂંઠનું ચૂર્ણ ૧૦ ગ્રામ ૨ થી ૩ વખત આપવું. કેટલાકને માત્ર ૬ થી ૭ દિવસ નાળિયેરના પાણી ઉપર રાખીને આરામ આપીને લંઘન કરાવવાથી પણ ખૂબજ લાભ થતો જણાયો છે . આમ નો સંચય જેમ જેમ વધુ થતો જાય તેમ તેમ શરીરના સ્તોત્રોમાં આમ એકઠો થતો જાય છે.
ખાસ કરીને શરીરમાં મોટા સાંધાઓ જેવાકે બંને ખભા જાનુસન્ધિ, ગુલ્ફ , હાથ પગ, તથા આંગળીયો પકડાય જાય છે અસહ્ય વેદનાને લીધે આ અંગોથી કોઈ કાર્ય કરી શકાતું નથી એટલે કે અંગ કર્મહીન બની જાય છે.
ઉપચારોઃ સારવારઃ આ રોગમાં અનુભવી વૈદ્યની સલાહ મુજબ ચિકિત્સા કરવી જોઈએ. જેમાં અજમોદાદી ચૂર્ણ, શ્રૂંગભસ્મ, આમપાચનવટી, રાસ્નાદિ ગૂગળ, યોગરાજ ગૂગળ, રાસ્નાદિ ક્વાથ વગેરેનું વૈઘકીય સલાહ મુજબ સેવન કરવું જોઈએ.-
સિંહનાદ ગુગળ ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લઈ શકાય છે. મહાવાતવિધ્વંસ રસ ૧ ગોળી ૨ વાર પાણી સાથે લેવી. વેદના અધિક હોય તો બૃ વાત ચિંતામણીરસ ૧ ગોળી ૨ વાર મઘ સાથે લેવી.
સૂંઠ અને એરંડભ્રષ્ટ હરડે પણ ઉપયોગી છે. સૂંઠ, હરડે અને ગડૂચીનાં ઉકાળામાં ગૂગળ મેળવી આપવાથી આમવાતમાં ફાયદો થાય છે. દિવેલ બે ચમચી લઈ તેમાં એક ચમચી સૂંઠ મેળવી વૈદની સલાહ મુજબ લેવું. આમવાતની ચિકિત્સામાં ઉપર્ક્મે લંઘન, રેતીની પોટલીનો રુક્ષ શેક , દીપન અને કુતુતિક્ત, પદાર્થોનું સેવન એરંડ તેલથી વિરેચન સ્નેહરહિત ઉપનાહ. એ આ રોગના પાયાના ઉપચારો છે.
રસોનપિંડ ૨ ગ્રામ વૈશ્વાનર ચૂર્ણ ૨ ગ્રામ જમ્યા પછી પાણી સાથે લેવું. રાસ્નાસપ્તક ક્વાથ ૨૫ ગ્રામ ભૂકો ૧૬ ગ્રામ પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે એરંડ તેલ મેળવી રાત્રે સૂતી વખતે લેવું .
સિંહનાદ ગુગળ ૨ ગ્રામ ભૂકો કરી સવાર સાંજ સૂંઠના પાણી સાથે લેવો. અજમોદાદિ ચૂર્ણ ૨ થી ૩ ગ્રામ જમ્યા પછી ગરમ પાણી સાથે લેવું. મારા અનુભવમાં નગોડના પત્તા ૨૦ ગ્રામ, સૂંઠ ૧૦ ગ્રામ એરંડ તેલ એક ચમચો લઇ નગોડ અને સૂંઠનો ઉકાળો કરી, ગાળી, દિવેલ મેળવી, દરરોજ પીવાથી આમવાત મટે છે. ધીરજ રાખી લાંબા સમય સુધી આ પ્રયોગ કરવો.
આમદોષ માટે સૂંઠ મહાઔષધ ગણાયું છે. માત્ર સૂંઠનું ચૂર્ણ અનુકૂળ માત્રામાં સવાર સાંજ ફાકવાથી અને જે સંધિ આમવાત થી ગ્રસિત હોય ત્યાં આ પાવડર ઘસવાથી લાભ થાય છે. આ સૂંઠનો પાવડર ઘસવાથી તરત પીડાનું શમન થાય છે. પિત્ત પ્રકૃતિવાળાએ, લોહીના ઊંચા દબાણવાળાએ, ચામડીના રોગવાળી વ્યક્તિએ આ પ્રયોગ ન કરવો. અશ્વગંધા ૧/૪ ગ્રામ, ચોપચીની ૧/૪ ગ્રામ સુંઠી પુંઠપાક ૧/૪ ગ્રામ, પુનરનવા ગૂગળ ૩ ગોળી, કરસકર ૬૦ મી.ગ્રામ મેળવી ૩ પડીકા કરવા.
અનુપાન ગરમ પાણી, આમવાતના જુના તમામ રોગીઓમાં આ મિશ્રણ વાપરું છું. દીનદયાલ ચૂર્ણ ૫ ગ્રામ સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાથી વાયુનું નિવારણ થઇ પેટ સાફ આવે છે એમનું પાચન થયા છે. યોગ્ય આહાર-વિહાર અને ઔષધોનો ઉપયોગ આમવાતનાં દર્દીને આ રોગની પીડામાંથી મુક્તિ અપાવે છે. તેમાં શંકાને સ્થાન નથી.
પથ્યઃ મગ, ચોખા, બાજરીનું જાવરૂ, લસણ, આદુ, સૂંઠ, મરી, કોથમીર મેળવી સવાર સાંજ લેવું, મીઠું બંધ કરવું. મગ અને મગનું પાણી , મગ, ભાત, કળથીનો ભાત અને મગ અથવા મગની દાળ, બાજરીનો રોટલો, જવ, કોદરી જુના ચોખાનો ભાત, શાકમાં કરેલા, મેથીની ભાજી, રીંગણ, સરગવો, વગેરે લેવાં. અપથ્યઃ ગરિષ્ઠ ચીજો, દહીં, મીઠાઈ, ગળ્યા પદાર્થો, વિરુદ્ધ આહાર, રાત્રિનો ઉજાગરો, ઠંડા પીણાઓ, ઠંડા પાણીનું સ્નાન.